હાલ જ્યારે ગુજરાત રાજ્ય ભરમાં પાણીની સમસ્યા ઉદ્દભવી રહી છે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન યોજના – ૨૦૧૮ અંતર્ગત માટે લીંબડી સબ ડીવીઝન માં પ્રાથમિક તબ્બકા માં શરુ થયેલ અગિયાર થી વધુ ગામડાઓના તળાવો ઉંડા કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાયેલી છે ત્યારે આજે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ના અગ્ર સચિવ કૈલાસનાથન લીંબડી તાલુકાના રાસકા ગામ ની ટૂંકા સમયગાળા માં મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરેલ તે સાથે સુરન્દ્રનગર જીલ્લા કલેકટર કે. રાજેશ અને લીંબડી ડેપ્યુટી કલેકટર વી.કે.પટેલ, લીંબડી મામલતદાર આર.એલ.ચૌહાણ સાથે હાજર રહ્યા હતાં ત્યારે લીંબડી તાલુકાના રાસકા ગામ અગ્રગણી લોકોની તેમજ લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા સાથે મુલાકાત કરેલ અને કઈ કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે તેની જાત નિરીક્ષણ કરેલ.
અને મુલાકાત દરમિયાન ચાલી રહેલ તળાવની કામગીરીથી ગ્રામજનો, ખેડૂતો સાથેની વાતચિત દરમિયાન તળાવ ઊંડા થવા થી ૫ણી ની સંગ્રહ શક્તિ માં વધારો થવા પામશે તેવું જાણવા મળેલ. અને વધુમાં આ કામથી નીકળતી માટીથી ગામ ના ખેડૂતો ના ખેતરો માં માટી પુરાણ તેમજ સાર્વજ્નીક કામો માટે ઘણો લાભ થશે. અંત્રે નોધનીય છે કે ગત ચોમાસામાં આ ગામો માં ભારે જમીન ધોવાણ થયું હતું તે પણ આ માટી પુરાણ થી ફાયદો થતા ખેડૂતો માં આનંદ જોવા મળેલ હતો.
રીપોટર : દીપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"