હજીરા અોએનજીસીમાં ઘટાદાર વૃક્ષો કાપવાના મુદ્દે મુખ્યમંત્રીને ફરિયાદ

0
362

સુરત જિલ્લા વન વિભાગે અોએનજીસી સંકુલમાં ઈન્સ્પેક્શન હાથ ધર્યું
સુરત, તા.૩૦
અોએનજીસી હજીરામાં ૨૫ વર્ષ જુના લીંમડા, ગુલમહોર અને પેલ્ટાફાર્મના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાની ફરિયાદ પછી વન વિભાગની ટીમે અોએનજીસી પરિસરમાં ઇન્સ્પેકશન કર્યું હતું. તે પછી આજે ઇચ્છાપોર અને ભાઠાગામના ગ્રામીણોએ જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકની આગેવાનીમાં જિલ્લા કલેકટર અને નાયબ વન સંરક્ષક સુરતને આવેદનપત્ર આપી વન વિભાગની મંજી વિના વૃક્ષોના નિકંદન માટે સૌરાષ્ટ સિલિંગ એકટ ૧૯૫૧ મુજબ જવાબદાર અધિકારીઅો સામે કાનુની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામીણોએ એક ફરિયાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ કરી છે. ગઇકાલે દેવરાજ ચિત્તે નામના વન અધિકારીના નેતૃત્વમાં ગયેલી ટીમને અોએનજીસીએ એવો ખુલાસો કર્યો હતો કે ખેર અને છુબાવળના ૨૫ વર્ષ જુના વૃક્ષ પડી ગયા હતા. કંપનીએ કોઇ વૃક્ષ કાપ્યા નથી. જા કે વન વિભાગની ટીમના ઇન્સપેકશનમાં અોએનજીસીની એક ગંભીર બેદરકારી છતી થઇ હતી. કંપનીના પરિસરમાં અને તેને લાગુ વિસ્તારમાં સુકા ઘાસનું વિશાળ જંગલ ઉભુ થયું છે. કંપનીના કર્મચારીઅોને ૧ પોઇન્ટથી બીજા પોઇન્ટ રિડિંગ કરવા માટે જવું હોય તો પણ રસ્તો બચ્યો નથી. આ સુકા ઘાસમાં આગ લાગે તો કંપનીના હજીરા પ્લાન્ટથી છેક જગદીશપુર સુધી મોટી હોનારત સર્જાઇ શકે તેમ છે. હજીરાના મોટા ઉદ્યોગગૃહોને ગેસ સપ્લાય પણ આ પ્લાન્ટ થકી કરવામાં આવી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY