ઇન્ટરપોલના અધ્યક્ષ પદે દક્ષિણ કોરિયાના કિમ જોંગ યાંગની નિમણૂક

0
41

નમાં લાપતા થયેલા મેંગ હોંગવોઇનું સ્થાન લેશે
દુબઈ,તા.૨૨
આંતરરાષ્ટ્રીય પોલીસ (ઇન્ટરપાલ)એ પોતાના નવા પ્રમુખ તરીકે દક્ષિણ કોરિયાના કિમ જાંગ-યાંગની પસંદગી કરી હતી.
રશિયાના ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી એલેક્ઝાંડર પ્રોકોપ્ચુકને સ્થાને કિમને ઇન્ટરપાલના પ્રમુખ તરીકે પસંદ કરાયા છે. દુબઇ ખાતે આંતરરાષ્ટ્રીય પોલીસના સભ્ય રાષ્ટ્રોની મળેલી બેઠકમાં અમેરિકાએ કિમને ટેકો આપ્યો હતો. અગાઉ, ઇન્ટરપાલના પ્રમુખ મેંગ હોંગ્વેઇ સપ્ટેમ્બરમાં પોતાના મૂળ રાષ્ટ્ર ચીનમાં ‘ગુમ’ થયા હતા.
બાદમાં, બીજિંગે જાહેર કર્યું હતું કે મેંગ પર લાંચ લેવાના આરોપને લીધે તેમણે ઇન્ટપાલના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ મંગળવારે કિમને ટેકો જાહેર કર્યો હતો. કિમ હવે ૨૦૨૦ સુધી મેંગની પ્રમુખપદની મુદત પૂરી કરશે. રશિયાના ઉમેદવાર એલેક્ઝાંડર પ્રોકોપ્ચુક હાલમાં ઇન્ટરપાલના ઉપપ્રમુખ છે. તેઓ રાજકીય વિરોધીઓને લક્ષ્ય બનાવવા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે એવી શંકાને લીધે તેમને પ્રમુખપદ માટે પસંદ નહોતા કરાયા. આંતરરાષ્ટ્રીય પોલીસના પ્રમુખ તેની સામાન્ય સભાની અધ્યક્ષતા કરે છે, જ્યારે તેના મહામંત્રી જુએર્ગેન સ્ટોક દરરોજનું કામકાજ સંભાળે છે.
અમેરિકાના સૅનૅટર્સના એક જૂથે તો રશિયાના ઉમેદવાર પર જાહેરમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઇન્ટરપાલના પ્રમુખ તરીકે જા રશિયાના ઉમેદવાર એલેક્ઝાંડર પ્રોકોપ્ચુકની પસંદગી કરાશે તો તેનો અર્થ ‘મરઘાઓની દેખરેખ માટે એક શિયાળ’ની નિમણૂક કરવા સમાન ગણાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY