વ્યાજે આપેલા પૈસાની બાબતમાં વૃદ્ધની હત્યા કરનાર બેની ધરપકડ

0
18

અમદાવાદ,તા.૨૨
અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વૃધ્ધ વ્યકિતની હત્યા કેસમાં રાણીપ પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે વ્યાજ પર રુપિયા ફેરવવા આપ્યા બાદ આરોપીઓ રુપિયા પરતના કરતા હત્યા કર્યા હોવાનુ સામે આવ્યુ છે.
પોલીસે રાજેશ કુમાર શાહ અને પોપટલાલ શાહ બંને સગાભાઇઓની ધરપકડ કરી છે. આ બન્ને ભાઈઓ ઉપર પંકજ શાહ નામના એક વ્યકિતની હત્યા કરવાનો આરોપ છે. થોડાક દિવસો પહેલા રુપિયાની લેતી-દેતી મામલે આ બન્ને ભાઈઓએ પંકજ શાહની હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયા હતા. બુધવારે અડાલજ પોલીસે બાતમીના આધારે બન્ને ભાઈઓની ધરપકડ કરી અને ત્યાર બાદ રાણીપ પોલીસને સોંપ્યો હતો.પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી તપાસ શરુ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે રુપિયાની અદાવતમાં આરોપીઓએ હત્યા કરી હતી અને આરોપી અને મરનાર બન્ને દૂરના સગાઓ પણ થાય છે.
રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જી પટેલના જણાવ્યા પ્રમાણે અમારા વિસ્તારમાં રહેતા પંકજ શાહની હત્યા કેસમાં બે ભાઈઓની ધરપકડ કરી છે અને આરોપીઓ અને મરનાર દુરના સગાઓ થાય છે.
પોલીસ તપાસમાં જાણાવ મળ્યુ છે કે મરનાર ધંધો કરતા હતા. આરોપીઓએ મૃતકને ૧૧ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. જ્યારે આરોપીઓએ પોતાના રૂપિયા પાછા માગ્યા ત્યારે રૂપિયા ન હોવાથી મૃતક અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી.
જે દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા પંકજશાહની હત્યા કરીને આ ભાઇઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે બંને આરોપીઓી ધરપકડ કરીને રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY