મેલબર્ન,તા.૨૨
ગુરુવારના રોજ ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર સ્કોટ મોરિસને કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું મુખ્ય અર્થતંત્ર છે અને તે ઓસ્ટ્રેલિયાને આગામી ૨૦ વર્ષ માટે વ્યવસાય કરવાની વધુ તક આપે છે. ‘ઈન્ડિયા ઇકોનોમિક સ્ટ્રેટેજી’ નામના એક અહેવાલ શીર્ષકનો ઉલ્લેખ કરતાં મોરિસને કહ્યું હતું કે, ‘આ એક રૂપરેખા છે જે ભારત સાથે ઓસ્ટ્રેલિયાના અલંકારિક જાડાણને પરિવર્તિત કરે છે. આ અહેવાલો ભારત સાથેના આપણા આર્થિક ભાવિ માટે એક માર્ગદર્શિકા પ્રદાન કરે છે.’ ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા જુલાઈ ૨૦૧૮ માં રજૂ કરાયેલ આ અહેવાલ ભારતને તેના ટોચના આર્થિક ભાગીદાર તરીકે વ્યવહારિક પગલાંઓ લેવાની ભલામણ કરે છે. આ અહેવાલથી ભારત તેના મુખ્ય આંતરરાષ્ટ્રીય વેપાર ભાગીદારોમાંના એક તરીકે ઓળખાવવા લાગ્યું છે.
અમારું કાર્ય ભારતના ૧૦ વ્યવસાયો અને ૧૦ મુખ્ય ક્ષેત્રોને લક્ષ્ય બનાવતા વધુ આર્થિક સંલગ્નતા પર ધ્યાન કેન્દ્રીત કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયન વ્યવસાયોમાં ભારતમાં પ્રવેશ અથવા વિસ્તરણ માટે વ્યાવહારિક ટેકો પૂરો પાડશે, ‘એમ સેનેટર સિમોન બ‹મગહામે નોંધ્યું હતું. ૨૦૩૦ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારત સતત વૈશ્વિક આર્થિક વૃદ્ધિ કરતું રહેશે તેમ પેને ઉમેર્યું હતું.
આગામી ૨૦ વર્ષ (૨૦૩૫) માટે નક્કી કરેલું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે ઓસ્ટ્રેલિયન વેપાર એજન્સીની વચ્ચે થયેલી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા અને દ્વિપક્ષીય રોકાણ પ્રવાહને પ્રોત્સાહન આપવા ભારતમાં રોકાણ કર્યું. તેમણે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફૂડ ભાગીદારીની પણ સ્થાપના કરી છે. જે હવે કૃષિ-તકનીકી અને સેવાઓ કંપનીઓ માટે તકનીકો ખોલશે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા વ્યૂહાત્મક સંશોધન ભંડોળ ૫,૦૦,૦૦૦ અમેરિકી ડોલરની સહાય કરશે જેને સંશોધન અને રાષ્ટ્રો દ્વારા ઊર્જા સંગ્રહ અને દરિયાઇ વિજ્ઞાન સહિત વિષયોમાં આવતા પડકારોને ઉકેલવામાં મદદ કરવા માટે રચાયેલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





