એમ્સટરડેમ,તા.૨૦
નેધરલેન્ડ્સના આ પાટનગર શહેરમાં ગઈ કાલે એપલ કંપનીના એક સ્ટોરમાં i-padની બેટરી ફાટ્યા બાદ સ્ટોરને તરત જ ખાલી કરાવાયો હતો અને થોડોક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
i-padની બેટરી ફાટ્યા બાદ એપલ સ્ટોરના કર્મચારીઓએ તે આઈપેડને કબજામાં લીધું હતું અને એની ફાટી ગયેલી બેટરીને રેતી ભરેલા એક ડબ્બાની અંદર મૂકી દીધી હતી.
બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ ત્રણ કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. એમને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




