ન્યુ દિલ્હી,તા.૧૭
ભારતીય ક્રિકેટના લેજેન્ડ સચિન તેંદુલકર અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના કરિયરના શરૂઆતી સમયમાં આટલી મોટી છલાંગ લગાવી નહી હોય જેટલી યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે લગાવી છે. ૨૧ વર્ષિય રિષભ પંતને આઇપીએલ ટીમ દિલ્હી ડેયરડેવિલ્સે આઇપીએલ-૨૦૧૯ના ૧૨માં સત્ર માટે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. સતત બીજી વખત છે જ્યારે દિલ્હીએ રિષભને રિટેન કર્યો છે. ૨૦૧૮માં જ્યાપે દિલ્હીએ રિષભને રિટેન કર્યો હતો ત્યારે તે સમયે તેના ગત સત્રની કિંમત ૮ કરોડ રૂપિયા હતી પરંતુ આ વખતે તે ૧૫ કરોડી ક્લબમાં સામેલ થઇ ગયો છે. આ ક્લબમાં માત્ર બે જ ક્રિકેટરો છે, જેઓ પોતાના દેશના લેજેન્ડ ક્રિકેટર છે.
ચેન્નઇ સુપર કિંગ્સને ત્રણવાર ચેમ્પિયન બનાવનાર પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ઘોની અને મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વાર ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને તેમની ટીમોએ રિટેન કર્યા છે અને બંન્નેને ૧૫-૧૫ કરોડ રૂપિયા મળવાના છે. તેમનાથી આગળ હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ રિટેન કર્યો છે અને તેને ૧૭ કરોડ રૂપિયા મળવાના છે.
ગત ૪ ઓક્ટોબરે ૨૧ વર્ષના થયેલા પંત હાલમાં ત્રણે ફોર્મેટમાં ભારત માટે રમનારા ખેલાડીઓમાંનો એક છે. તેણે પાંચ ટેસ્ટ, ત્રણ વન ડે અને સાત ટી-૨૦ મેચ રમ્યા છે. વર્ષ ૨૦૨૦માં થનાર ટી-૨૦ વિશ્વકપ માટે રિષભને ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે હાલમાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતીય ટીમના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટી-૨૦ સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામા આવી છે તેમા ધોનીના સ્થાને વિકેટકીપરની જગ્યાએ રિષભ પંત અને દિનેશ કાર્તિકને રાખવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




