ઉમેદવારોને ફટકો : હવે રોજનો માત્ર ૧૦ હજારનો રોકડ ખર્ચ કરી શકશે

0
79

ન્યુ દિલ્હી,તા.૧૭
ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે અગાઉ મુકરર કરવામાં આવેલા દૈનિક ખર્ચની રકમ ચૂંટણી પંચે રુ.૨૦૦૦૦થી ઘટાડીને દૈનિક રુ.૧૦૦૦૦ કરી હોવાનું તેલંગણાના મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમારે કહ્યુ હતું. પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યુ હતું કે ચૂંટણી પંચના આ નિર્ણયની ગુરુવારે અમને જાણ કરવામાં આવી હતી અને તેનો કડક રીતે અમલ કરવામાં આવશે.
તેલંગણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડનાર ઉમેદવાર માટે રુ. ૨૮ લાખના ચૂંટણીખર્ચની ટોચમર્યાદા મુકરર કરવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યુ હતું કે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે અગાઉ મુકરર કરવામાં આવેલા દૈનિક ખર્ચની રકમ ચૂંટણી પંચે રુ.૨૦૦૦૦થી ઘટાડીને દૈનિક રુ.૧૦૦૦૦ કરી દીધી છે. આ બાબત ચૂંટણી દરમિયાન કાળાં નાણાંનાં ઉપયોગ પર અંકુશ આણશે એમ જણાવતાં તેમણે કહ્યુ હતું કે આ મામલે અમે નાણાં ખાતાની ગુપ્તચર શાખાના સતત સંપર્કમાં છીએ.
રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા બાદ પોલીસ અને આવકવેરા ખાતાએ હાથ ધરેલી જુદી જુદી તપાસ કાર્યવાહી દરમિયાન રુ. ૭૦ કરોડનું બિનહિસાબી નાણું પકડી પાડળ્ું હતું, એમ તેમણે ગુરુવારે કહ્યુ હતું. આબકારી જકાત ખાતા અને પોલીસની ટુકડીએ રુ. ૬.૭૦ કરોડની કિંમતનો દારુ પણ જપ્ત કર્યો હોવાનું તેમણે કહ્યુ હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY