આઈપીએલ-૧૨ઃ ચાર ખેલાડીઓની હરાજીને લઇ સસ્પેન્સ યથાવત્

0
71

મુંબઈ,તા.૧૬
આઈપીએલ-૧૨ની હરાજી પહેલા બધી ટીમે રીટેન અને રીલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ટીમ દ્વારા રીલીઝ કરવામાં આવેલા ખેલાડીઓની ફરી આઇપીએલમાં હરાજી કરાશે. રિલિઝ કરેલા ખેલાડીઓમાં ચાર ખેલાડીઓ એવા છે જે ખેલાડીઓની સીઝન-૧૨ની હરાજીને લઇને હજુ પણ સસ્પેન્સ છે.
૧. યુવરાજસિંહ : યુવરાજસિંહનું ફોર્મ આઇપીએલની છેલ્લી બે-ત્રણ સિઝનમાં ઘણું ખરાબ રહ્યું છે. આઇપીએલ-૧૦માં ખરાબ પ્રદર્શનના કારણે સનરાઇઝ હૈદરાબાદની ટીમે તેને રીલીઝ કરી દીધો હતો, પરંતુ આઇપીએલ-૧૧માં કિંગ્સ ઇલેવન પંજાબે યુવરાજસિંહનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. જેમાં યુવરાજસિંહે ૮ મેચમાં ૧૦.૮૩ની સરેરાશથી ૬૫ રન બનાવ્યા હતા. આમ ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા પંજાબ ઇલેવન પણ તેને રીલીઝ કરી દીધો છે.
૨. ગૌતમગંભીર : આઇપીએલ-૧૧માં દિલ્હી તરફથી રમતાં ગૌતમ ગંભીરનું બેટ શાંત રહ્યું હતું. જેમાં ૬ મેચમાં ૧૭ની સરેરાશથી ૮૫ રન બનાવ્યાં હતા. જેમાં અડધી સીઝનમાં જ ગંભીરે સુકાનીપદ છોડવું પડયું હતું. ત્યારબાદ શ્રેયસ અય્યરને ટીમનો સુકાની બનાવ્યો હતો. પરંતુ હવે દિલ્હીએ ગંભીરને ખેલાડી તરીકે પણ રીલીઝ કરી દીધો છે.
૩. મિચેલ જાનસન : ૩૭ વર્ષના મિચેલ જાનસન ન તો હવે યુવા ખેલાડી રહ્યો છે કે ન તો તેની બોલિંગ એટલી બધી અસરકારક જાવા મળે છે. ગત સિઝનમાં કોલકાતા તરફથી રમતા જાનસને ૬ મેચમાં માત્ર બે વિકેટ ઝડપી હતી. જ્યારે તેની બોલિંગનો ઇકોનોમી ૧૦.૨૮ રહ્યો હતો. આ ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા કોલકાતાએ જાનસને ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.
૪. વિનય કુમાર : ૩૪ વર્ષીય વિનય કુમારે પણ ગત સિઝનમાં કોલકાતા નાઇટ રાઇર્સ તરફથી રમતાં ૨ મેચમાં માત્ર બે વિકેટ ઝડપી હતી. જ્યારે વિનય કુમારો બોલિંગ ઇકોનોમી રેટ ૧૬.૯૫ રહ્યો હતો. આમ વિનય કુમારને પણ ખરાબ પ્રદર્શનને લઇને કોલકાતાની ટીમે બહારનો રસ્તો બતાવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY