દારૂ પકડાયો પણ બુટલેગર દંપતિ ફરાર
સુરત, તા.૧૩
કામરેજ તાલુકાના વાવ ગામના ભાલીયાવાડ ખાતે દંપતિ બુટલેગરના મકાનમાં પોલીસે દરોડા પાડી વગર પાસ પરમીટની વિદેશી દારૂની ૧૭૨૮ નંગ બોટલો કિંમત રૂ.૮૬૪૦૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના વાવ ગામના ભાલીયાવાડ ખાતે નાથુભાઈ ભાલીયા તથા તેમના પત્ની દક્ષાબેન રહે છે. કામરેજના વાવ ગામના ભાલીયાવાડના ટાંકી ફળીયામાં કામરેજ પોલીસે દરોડા પાડી વગર પાસ પરમીટ ઇંગ્લિશ દારૂની વ્હીસ્કીની કુલ ૧૭૨૮ નંગ બોટલો કબજે કરી હતી. દારૂની કુલ કિંમત રૂ.૮૬૪૦૦ છે. પોલીસના દરોડા દરમ્યાન ભાલીયા બુટલેગર દંપત્તિ મુદ્દામાલ મૂકીને ફરાર થઈ ગયા હતા. કામરેજ પોલીસે પ્રોહિબીશન એક્ટનો ગુનો નોંધી બુટલેગર દંપતિની શોધખોળ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




