ન્યુ દિલ્હી,તા.૨૦
પનામા પેપર્સ લીક કેસમાં નવો ખુલાસો થયો છે. એપ્રિલ ૨૦૧૬મા પનામા પેપર્સ છપાયાના ૩ સપ્તાહ પહેલાં પનામાની લા ફર્મ મોસૈક ફોનસેકા દ્વારા કરાયેલા ઇમેલમાં કેટલાંય ભારતીયોના નામ સામે આવ્યા છે. તેમાં પીવીઆર સિનેમાના માલિક અજ બિજલી, સુનીલ મિત્તલના દીકરા અને હાઇક મેસેન્જરના સીઇઓ કવીન ભારતી મિત્તલ અને એશિયન પેન્ટસના પ્રવર્તક અશ્વિન ધનીના દીકરા જલજ અશ્વિન ધનીનું નામ સામેલ છે. આ એ લોકો છે જેમની વિદેશમાં કંપનીઓ હોવાની ખબર પડી છે. મોસૈક તેના માટે કામ કરી રહ્યુ હતું.
મળતી માહિતી પ્રમાણે કેબીએમ ગ્લોબલ લિમિટેડના પ્રમોટર તરીકે કવીન ભારતી મિત્તલનું નામ સામેલ આવ્યું છે. આ ફર્મ બ્રિટિશ વર્જીન આઇલેન્ડ માં ડિસેમ્બર ૨૦૦૮મા રજીસ્ટર્ડ થયા હતા. માર્ચ ૨૦૧૬ના રોજ ઇમેલમાં કવીનનું નામ કંપનીના લાભાર્થી પ્રમોટર તરીકે સામે આવ્યું છે. તેમાં તેમનું નામ અમૃતા શેરગિલ માર્ગસ નવી દિલ્હીનું સરનામું આપ્યું છે.
તાજા ખુલાસામાં ૧૨ લાખ એવા દસ્તાવેજ છે જેમાં ૧૨૦૦૦ દસ્તાવેજા ભારતીયો સાથે જાડાયેલા છે. ૨૦૧૬મા ૧.૧૫ કરોડ દસ્તાવેજ સામે આવ્યા હતા. તેને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ અને જર્મનીના અખબાર સુડ્યુશ જિટુંગે મળીને શોધ્યા હતા. દસ્તાવેજા સાથે એમ પણ ખુલાસો થયો છે કે પનામાની લા ફર્મ મોસૈક ફોનસેકા તેમનું લીગલ એકાઉન્ટ જાઇ રહ્યા હતા. મોસૈક એ ભારતીયોને તેમની કંપનીઓના રજીસ્ટર્ડ સંબંધિત દસ્વાજે ઓછા હોવા પર નોટિસ મોકલી હતી. ત્યારબાદ મોસૈક ફોનસેકાએ પોતાના તમામ કલાયન્ટને ૯૦ દિવસની નોટિસ આપી તેમાં તેમણે રજીસ્ટર્ડ એજન્ટ પદ પરથી રીઝાઈન કરવાની વાત કહી કારણકે કંપનીઓ કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કરવામાં ફેલ રહ્યા હતા.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



