ચાબહાર,તા.૬
ઈરાનના ચાબહાર શહેરમાં ગુરૂવારે એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે આ બોમ્બ બ્લાસ્ટમાં ૨૦ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે ચાબહારમાં ભારત અને ઈરાન સાથે મળીને બંદરગાહનું નિર્માણ કરી રહ્યા હતા. તેના પરથી કહી શકાય કે ભારત માટે આ શહેર ખૂબ મહત્વ ધરાવે છે.
આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ ચાબહાર પોલીસ હેડક્વાર્ટર પાસે થયો છે. આ બ્લાસ્ટ એક કારમાં થયો હતો. બ્લાસ્ટ થયા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક મીડિયા રિપોટ્ર્સ અનુસાર આ એક આત્મઘાતી હુમલો હતો. બોમ્બ બ્લાસ્ટના આ હુમલાએ ત્રણ લોકોનો ભોગ લીધો છે જ્યારે ૨૦ જેટલા લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે.
તમને જણાવી દઈએ કે ઈરાનનું ચાબહાર શહેર, પાકિસ્તાન બોર્ડર નજીક આવેલુ છે. આ શહેરનો કેટલોક વિસ્તાર બલૂચિસ્તાનને અડીને જ છે. ઉલ્લેખનીય છે કે ચાબહાર બંદરગાહ યોજનાને ભારત અને ઈરાન સાથે મળીને વિકસાવી રહ્યા છે. બંદરગાહ બની ગયા બાદ ભારતને ઈરાન પાસેથી સામાન લાવવા માટે પાકિસ્તાનમાંથી પસાર નહીં થવુ પડે. બંદરગાહથી અફઘાનિસ્તાનને પણ ફાયદો થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




