‘પેટ્ટા’માં નવાઝુદ્દીનનો નો ફર્સ્ટ લૂક રિલિઝ કરાયો

0
88

મુંબઈ-ચેન્નાઈ,તા.૬
સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ પેટ્ટામાં ચમકી રહેલા બોલિવૂડના એ લિસ્ટના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનો ફર્સ્ટ લૂક બુધવારે રિલિઝ કરાયો હતો.
ફિલ્મ નિર્માતાએ ટ્‌વીટર પર લખ્યું હતું, લો મળો, આ રહ્યો અમારો સિંગાર સિંઘ… ફિલ્મમાં નવાઝુદ્દીન સિંગાર સિંઘ નામનું પાત્ર ભજવે છે. આ ફિલ્મથી એણે સાઉથના ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી મારી હતી.
હજુ બે દિવસ પહેલાંજ બોલિવૂડના ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરે કહ્યું હતું કે સાઉથની ફિલ્મો ટેક્નોલોજી અને મૌલિક કથા વસ્તુની દ્રષ્ટિએ બોલિવૂડ કરતાં ઘણી આગળ છે.. ત્યાંના કલાકારો સમયપાલનમાં માને છે અને શિસ્તબદ્ધ હોય છે. ફર્સ્ટ લૂકમાં નવાઝુદ્દીન ઠીક ઠીક જાડી ફ્રેમના ચશ્મા પહેરેલો અને મૂછ ધરાવતો દેખાય છે. એના ચહેરા પર એક પ્રકારની ઉગ્ર લાગણી છવાયેલી જણાય છે.
તમિળ ફિલ્મ ઉદ્યોગમાં પેટ્ટા એક બહુ મોટ્ટી અને ખર્ચાળ ફિલ્મ ગણાય છે. કલાનિધિ મારનના સન પિક્ચર્સના નેજા તળે બની રહેલી આ ફિલ્મના ડાયરેક્ટર કાર્તિક સુભરાજ છે. આ ફિલ્મમાં મેગાસ્ટાર રજનીકાંત મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે. અક્ષય કુમાર પછી રજનીકાંત સાથે મહ¥વની ભૂમિકા ભજવનારો નવાઝુદ્દીન બોલિવૂડનો બીજા કલાકાર છે.
૨૦૧૯ના પોંગલ (તમિળ ઉત્સવ) પર આ ફિલ્મ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. ફિલ્મનાં અન્ય કલાકારોમાં તૃષા, સિમરન અને માલવિકા મોહનન મહ¥વની ભૂમિકા કરી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY