વાશિંગ્ટન,તા.૨૨
રશિયા અને અમેરિકાની દુશ્મની જગજાહેર છે. રશિયા ઈતિહાસની સૌથી મોટી મિલિટરી ડ્રીલ કરી રહી છે જેમાં આશરે ૩ લાખ જેટલા સૈનિકો સામેલ છે. અમેરિકા, નાટો અને યૂરોપિય દેશો તેને યુદ્ધની તૈયારી તરીકે જાઈ રહ્યાં છે. જેને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો છે. બરાબર આ જ સ્થિતિમાં રશિયાના ટોહી વિમાનો અમેરિકાની હવાઈ સરહદમાં ઘુસી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આજે રશિયાના સમુદ્રી ટોહી વિમાનની બે ટીમ અલાસ્કા હવાઈ રક્ષા ક્ષેત્રમાં ઘુસી ગયા હતાં. રશિયાના વિમાનોની ઓળખ કરનારા નોર્થ અમેરિકાન એરોસ્પેસ ડિફેંસ કમાંડ (ર્દ્ગંઇછડ્ઢ)એ આજે શનિવારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રશિયાના વિમાનો અકાસ્લાના ઉત્તરમાં આંતરરાષ્હટ્વારીયઈ ક્ષેત્રમાં દેખાયા. આ વિમાનો સંપ્રભુ સંયુક્ત રાજ્ય અમેરિકા અથવા કેનેડાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા નહોતા.
ર્દ્ગંઇછડ્ઢ એક દ્ધિરાષ્ટ્રીય કમાંડ છે જે અમેરિકા અને કેનેડા એમં બંનેની રક્ષાની જવાબદારી સંભાળે છે. અખબારી નિવેદન અનુંસાર અમેરિકા અથવા કેનેડાના હવાઈ ક્ષેત્રમાં વિમાન પ્રવેશવાની ખાતરી કરવી અને તેની દેખરેખ કરવી એ દર્શાવે છે કે, ર્દ્ગંઇછડ્ઢ પોતાના હવાઈ ક્ષેત્ર ચેતવણી અને હવાઈ ક્ષેત્ર નિયંત્રણ મિશનનું પાલન કરે છે.
ર્દ્ગંઇછડ્ઢ કમાંડર જનરલ ટેરેંસ જે ઓ શાઉઘનેશીએ કહ્યું હતું કે, ર્દ્ગંઇછડ્ઢ અમેરિઆ અને કેનેડાની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. અને અમેરિકા તથા કેનેડાના હવાઈ ક્ષેત્ર તરફ આવતા વિમાનોની ઓળખ કરવી, પીછો કરવો અને ઓળખની ભૂમિકા અદા કરવા તૈયાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




