હવે રેલ્વેમાં સામાન્ય માણસને પણ રેલ્વે સૈલૂનની સેવાનો લાભ મળશે

0
25

ન્યુ દિલ્હી,તા.૧૮
રેલવેના મોટા અધિકારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી રેલવે સૈલૂનમાં હવે સામાન્ય માણસને પણ આ સેવાનો લાભ મળશે. રેલ મંત્રી પીયૂષ ગોયલે IRCTCને નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે રેલવેના અધિકારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી આ સેવાનો કમર્શિયલ ઉપયોગ થશે. એટલેકે સામાન્ય માણસ પણ આ સેવાનો લાભ લઈ શકશે, પણ આ માટે પૈસા ચુકવવાનાં રહેશે.
IRCTCએ સૈલૂનની પહેલી સેવા દિલ્હી રેલવે સ્ટેશનથી શરૂ કરી હતી.રેલવેના અધિકારીઓમાટે અંગ્રેજાના જમાનામાં ખાસ પ્રકારના કોચ બનાવવામા આવ્યા હતા. જેમાં ડ્રોઈંગ રૂમ, ડાઈનિંગ. કિચન અને બેડરૂમનો સમાવેશ થતો હતો. આ રીતના ખાસ ડબ્બાઓ સૈલૂનમાં હોય છે. આમાં દરેક બેડરૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ હોય છે. રેલ લાઈન પર આ ચાલતુ ફરતુ લક્ઝરી હોટલ જેવુ છે.
માર્ચમાં IRCTCએ ભારતનો પહેલો એર કન્ડીશનર સૈલુન ખોલ્યુ હતુ. શરૂઆતના દિવસોમાં આ ફક્ત રેલવેના અધિકારીઓ માટે હતુ. આવા સૈલૂનમાં આપ બે પરિવાર સાથે રહી શકો છો. રેલવે પાસે ૩૩૬ આવા સૈલૂન છે, જેમાં ૬૨માં એર કડીશનની સુવિધા છે.
અંગ્રેજાના જમાનામાં જ્યારે દેશના દુરદુરના વિસ્તારોમાં રેલ લાઈન બિછાવવામાં આવી રહી હતી, ત્યા રોકાવાનો સારો વિકલ્પ વ હતો આવા સમયે સમસ્યાનું સમાધાન કરવા રેલવેમાં સૈલૂન બનાવવામા આવ્યા. આઝાદી મળ્યા પછી પણ આ વ્યવસ્થા એ જ રીતે રાખવામાં આવી. પણ તેનો ઉપયોગ ફક્ત રેલવેના ઉચ્ચ અધિકારીઓજ કરતા હતા. રેલવે હવે આ સેવા સામાન્ય લોકોને પણ મળે તેવી માહિતી કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY