ન્યુ દિલ્હી,તા.૧૮
દિવાળી પર ફટાકડા વેચવાનાં લાયસન્સની વધુ અરજી પર સુનાવણી કરતી વખતે પંજાબ-હરિયાણા હાઇકોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું કે અમારૂ ચાલે તો ફટાકડાને સંપૂર્ણ બેન કરી દઈએ. કોર્ટે કહ્યું કે ફટાકડાથી તો સારૂ છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને સળગાવી દો, કમસેકમ પ્રદૂષણ તો ઓછું થશે. આ ટિપ્પણી સાથે હાઇકોર્ટ ૨૦૧૬માં આપવામાં આવેલી લાઇસન્સની સંખ્યાનાં માત્ર ૨૦ ટકા જેટલી જ લાયસન્સની અરજીઓને આદેશ આપ્યો છે. સાથે સાથે હાઇકોર્ટે વિજયા દશમીના દિવસે ફટાકડા ફોડવા માટે સાંજે ૫ વાગ્યે થી રાત્રે ૮ વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો છે.
દિવાળી અને ગુરુપર્વ પર સાંજે ૬ઃ૩૦ થી રાત્રે ૯ઃ૩૦ વાગ્યા સૂધી પરવાનગી છે. આ સિવાય બીજા કોઈ પણ દિવસે ફટાકડા ફોડવા પર હાઇકોર્ટની પાબંધી છે. આદેશનાં અમલીકરણની જવાબદારી ડીસી, એસએસપી / એસપીને સોંપેલ છે. આ આદેશ એનઆરસી સિવાય પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં લાગુ પડશે. કારણ કે, અદાલતે એનઆરસીનો કેસ પાછળના વર્ષે જ સોલ્વ થઈ ગયો છે.
હાઇકોર્ટે કહ્યું કે દશેરા પર લાયસન્સ નહીં મળે. દિવાળી અને ગુરુપર્વ માટે જ લાયસન્સ ચાલુ રહેશે તે પણ ૨૦૧ માં પ્રકાશિત લાઇસન્સની ૨૦ ટકા જેટલું. ગયા વર્ષે દિવાળી પહેલા પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં વધતા જતા પ્રદૂષણ પર ચિંત કરતા જસ્ટીસ અમિત રાવલે સંજ્ઞા લીધી હતી. દિવાળી પર આ સ્તર ભયંકર બનવાથી બચવા માટે કોર્ટે ફટાકડા પર કંટ્રોલ કરવાની જરૂર બતાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




