મુંબઈ,તા.૨૪
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇશા અંબાણી આ વર્ષે ડિસેમ્બરમાં બિઝનેસમેન અજય પીરામલના દિકરા અનંદ પીરામલ સાથે લગ્ન કરશે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઇશા અંબાણીના લગ્નમાં હોલીવુડની પ્રખ્યાત સિંગર બિયોમ્સ નોલેસને બોલાવવામાં આવશે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ઇશા અંબાણી અને અનંદ પીરામલના લગ્નનો સંગીત સમારોહ ઉદયપુરમાં થશે.
તમને જણાવી દઇએ કે, આ લગ્ન ૧૦ ડિસેમ્બરના થવાના છે. એટલે આ ફંક્શન ૮ અને ૩ ડિસેમ્બરે થશે. આ ફંક્શનને વધારે શાનદાર બનાવવા પોપ સિંગર બિયોમ્સ લાઇવ પરફોર્મન્સ કરશે.
આ ઉપરાંત માહિતી મળી રહી છે કે, સિંગર બિયોમ્સ નોલેસને આ લાઇવ પરફોર્મન્સ કરવા માટે ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની પાર્ટી મુંબઈમાં આયોજીત કરવામાં આવી હતી.
આ પાર્ટી મુકેશ અંબાણીના ઘરે એન્ટાલિયામાં રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં રમતક્ષેત્રથી માંડીને બોલીવુડના દિગ્ગજા હાજર રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ઉદયપુરમાં આયોજીત ઉીઙ્ઘઙ્ઘૈહખ્ત સમારોહમાં સિતારાઓ ઉમટી પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







