નેટફ્લીક્સે ‘લૈલા’ની જવાબદારી દીપા મહેતાને સોંપી

0
7

મુંબઈ,તા.૨૪
નેટફ્લીક્સે પોતાની આગામી વેબ સિરિઝ લૈલા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ સર્જક દીપા મહેતાને જવાબદારી સોંપી હોવાની માહિતી મળી હતી. આ સિરિઝમાં હુમા કુરૈશી મુખ્ય ભૂમિકા કરવાની છે. ડાયરેક્ટર્સની ટીમમાં શંકર રામન અને પાવન કુમારનો પણ સમાવેશ થાય છે. દીપાએ ટ્‌વીટર પર પોતાની ટીમનો ફોટોગ્રાફ શૅંર કરતાં આ સમાચાર પ્રગટ કર્યા હતા.
એ પહેલાં હુમાએ પણ દીપા સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મિડિયા પર શૅર કરીને પોતે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર સાથે કામ કરવાની છે એ બદલ ઉત્તેજના પ્રગટ કરતો સંદેશો મુકિયો હતો. અગાઉ ઓયે લકી લકી ઓયે અને બ્યોમકેશ બક્ષી જેવી સ્ક્રીપ્ટ તૈયાર કરનારી ઊર્મિ જાવેકર આ વેબ સિરિઝની સ્ક્રીપ્ટ લખવાની છે. દીપા આ પ્રોજેક્ટની ક્રિયેટિવ અને એકિજકિયુંટીવ પ્રોડયુસર પણ છે.
આ સિરિઝ છ એપિસોડની હશે એવી માહિતી પણ મળી હતી. આ સિરિઝની કથા એવી છે કે
એક કાતિલ ઉનાળામાં પોતાની પુત્રી લૈલાથી વિખૂટી પડી ગયેલી એક માતા શાલિની પુત્રીની શોધમાં રઝળે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY