ન્યુ દિલ્હી,તા.૨૭
ભારતીય ઝડપી બોલર ઇશાંત શર્માએ કહ્યુ કે, વોર્નર-સ્મિથની ગેરહાજરીમાં ભલે ઓસ્ટ્રેલિયન ટીમને નબળી આંકવામાં આવી રહી હોય પરંતુ ટીમ ઈન્ડિયા તેને હળવાશથી લેવાની ભૂલ નથી કરી રહી. તેના મતે ઓસ્ટ્રેલિયા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે તેમ છતાં હોમગ્રાઉન્ડ પર પડકાર આપવા સક્ષમ છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી છ ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ સાથે શરૃ થશે. ભારતીય ટીમ બુધવારથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે ચાર દિવસીય અભ્યાસ મેચ રમશે. આ પ્રેકિટસ મેચ પહેલાં ઇશાંતે કહ્યુ કે, અમે આ બાબતો પર વિચારી રહ્યા નથી. બધુ મેચના દિવસે નિર્ભર હોય છે. પરિણામ ન આવે ત્યાં સુધી અમે કોઈને પણ ઓછું આંકતા નથી. તેણે કહ્યુ કે, અમારું લક્ષ્ય સિરીઝ જીતવાનું છે અને અમે તમામ આ બાબત પર ફોકસ કરી રહ્યાં છીએ. અમે વ્યકિતગત પ્રદર્શન અંગે વિચારી રહ્યા નથી. અમારું એકમાત્ર લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાનું છે.
ઇશાંતે કહ્યુ કે, અભ્યાસ મેચ ખાસ છે કારણ કે, તેનાથી લય મળશે. તમને પરિસ્થિતિ અંગે જાણ થશે કારણ કે, અમે ઘણા લાંબા સમય બાદ અહીં રમી રહ્યા છીએ. કોહલી અને રવિ શાસ્ત્રીએ ઘણી વખત વર્તમાન ઝડપી આક્રમણને ભારતીય ટેસ્ટ ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ ગણાવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






