પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થવાનો ડર : પ્રતિવર્ષ ૧૦ બિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થશે

0
28

ઇસ્લામાબાદ,તા.૩
પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરૈશીએ કહ્યુ કે, ભારત દ્વારા થતી લોબિંગના કારણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી શકીયતાઓ છે. જો આવું થશે તો પાકિસ્તાનને પ્રતિ વર્ષ ૧૦ બિલિયન અમેરિકન ડોલરનું નુકસાન ઉઠાવવું પડશે. ગત વર્ષે જૂનમાં એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું હતું. તેમાં એવા દેશોને રાખવામાં આવે છે, જે અહીં મની લોન્ડ્રિંગ અને આતંકી ગતિવિધિઓ માટે થવાના ફાઇનાન્સને અટકાવવામાં અસફળ રહે છે.
વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યુ કે, જો ભારત દ્વારા લોબિંગના કારણે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે છે તો તેનાથી થનારા વાર્ષિક નુકસાનની ગણના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. જે ૧૦ બિલિયન અમેરિકન ડોલર સુધી હોઇ શકે છે. પાક જો ગ્રે લિસ્ટમાં યથાવત રહ્યુ તો પણ મુશ્કેલીઓ વધશે. એફએટીએફએ ગત વર્ષે પાકિસ્તાનને દેશમાં આતંકી ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY