૩૭૦ ખતમ કરશે તો કાશ્મીર ભારત સાથે સંબંધો કાપી નાંખશે : મહેબૂબા મુફ્તી

0
6

શ્રીનગર,તા.૩
ચૂંટણી નજીક છે ત્યારે જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફિતએ એક મોટું નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફિતએ કહ્યુ કે, જો અમિત શાહ ૩૫-એ અને ૩૭૦ પર ડેડલાઈન આપી રહ્યા છે, તો અમારી પાર્ટી પણ એક ડેડલાઈન આપે છે. અમે જમ્મૂ-કશ્મીરના વિલીનીકરણની સંધિ ખતમ કરવાની ડેડલાઈન આપીએ છીએ. મહેબૂબા મુફિતએ આજે જમ્મૂ-કશ્મીરના અનંતનાગથી પોતાનું નામ ઉમેદવારી પદ તરીકે નોંધાવ્યું છે.
મહેબૂબા મુફિત એ એવું પણ કહ્યુ કે, અમિત શાહ દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે કે તેઓ કલમ ૩૭૦ને ખતમ કરશે. પીએમ મોદીને આશા છે કે આનાથી પાકિસ્તાન ખતમ થઈ જશે. દેશ આગળ વધીને રોજગારી, મોઘવારી જેવા મુદ્દે વાતચીત કરવા માગે છે પણ ભાજપ હજુ પાકિસ્તાન સિવાય બીજુ કંઈ નથી વિચારી રહી. આ ચૂંટણીમાં મૂળ મુદ્દાઓ ભૂલીને તેઓ ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે.
જમ્મૂ-કશ્મીરમાં પીડીપીના નેતા મહેબૂબા મુફિતએ આપેલા વિવાદિત નિવેદનથી રાજકીય વાતાવરણ તંગ જોવા મળી રહ્યુ છે. મહેબૂબા મૂફિતએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતું કે, તેમની પાર્ટી સત્તામાં આવશે તો JKLF અને જમાત-એ-ઈસ્લામી પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY