મુંબઈ,તા.૨
અક્ષય કુમારે એક ચેરિટી ઈવેન્ટમાં ૧૦૦ નવવધૂઓને ૧-૧ લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. તમને બતાવી દઈએ કે અક્ષય કુમાર તાજતેરમાં એક સામૂહિક વિવાહ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરમાં સુવિધાઓથી વંચિત લગભગ ૧૦૦ લોકોના લગ્ન થયા અને અક્ષય આ લોકોને આર્શીવાદ આપવામાં પહોંચ્યા હતા.
એક મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય કુમારે આ કાર્યક્રમ દરમિયાન આર્થિક સમસ્યાઓથી લડી રહેલા આ ૧૦૦ દંપતીઓને ૧-૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી જેથી તેઓ તેમના પરણિત જીવનની શરૂઆત સારી રીતે કરી શકે. અક્ષયના આ કામના ઘણા વખાણ થઈ રહ્યા છે.
અક્ષયના વર્કફ્રંટની વાત કરીએ તો ધર્મા પ્રોડક્શનની ફિલ્મ કેસરીમાં દેખાશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય પરિણિતી ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૧મી માર્ચે રિલીઝ થશે અને થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર પણ લોંચ થયું હતું. જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. દર્શકો અને અક્ષયના ફેન્સ તેની કેસરી ફિલ્મની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. ઉપરાંત અક્ષય અન્ય એક ફિલ્મ ગુડ ન્યૂઝ પણ કરી રહ્યા છે જેમાં તેઓ કરીના કપૂર ખાન સાથે નજરે આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





