રોમ,તા.૨૨
સ્થિરતાના ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખાતું સ્મારક એટલે લિનિંગ (ઝૂકેલું) ટાવર ઓફ પિઝા . ઇટાલીના પિઝા સિટીમાં આવેલું આ સ્મારક તેના બનાવટના સમય બાદ પુનઃસ્થાપનાની કામગીરીના કારણે સુધી ૪ સેમિ. ઓછું ઝૂકેલું જાવા મળે છે. સ્મારકની અવસ્થા અંગે દર ત્રણ મહિને રજૂ થતાં સર્વેલન્સ ગ્રુપના રિપોર્ટ અનુસાર, આ સ્મારક ૧૧૭૩ના સમયમાં બન્યું તે સમયથી તેના ઝૂકાવમાં અંતર જાવા મળે છે. આ સ્મારક બનાવવામાં આવ્યું ત્યારથી જ તેનો શેપ એક તરફ ઢળી ગયો હતો. છેલ્લાં બે દાયકથી તેના સમારકામ બાદ આ સ્મારક જે પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે તેના કરતાં ઓછું ઝૂકેલું જાવા મળે છે.
ઇટાલીના પિઝા સિટીમાં આવેલું લિનિંગ ટાવર એક બેલ ટાવર છે, જે આખા વિશ્વમાં અનિશ્વિત રીતે ઝૂકેલું હોવાના કારણે પ્રખ્યાત છે. આ ટાવર પિઝા કેથેડ્રલની પાછળ બનાવવામાં આવ્યું છે અને શહેરના કેથેડ્રલ સ્ક્વેરનું ત્રીજું સૌથી જૂનું સ્મારક છે.
૧૨મી સદીમાં જ્યારે તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું તે સમયથી જ આ ટાવર એકતરફ ઝૂકેલું હતું, જેનું મુખ્ય કારણ તેના પાયા નાખવામાં આવ્યા તે સમયે એક તરફની જમીન છીદ્રાળું હોવાના કારણે આખા સ્મારકનો ભાર સહન ના કરી શકી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






