અરુણાચલના એક ગામમાં પહેલી વાર મતદાન થયું

0
23

ઇટાનગર,તા.૧૮
અરુણાચલ પ્રદેશના દૂરના એક ગામનાં મતદારોએ પહેલી વખત મતદાન કર્યું છે. અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમે નામના એક ગામમાં ભારત-તિબેટીય સીમા પોલીસની મદદથી પહેલી વખત મતદાનનો લાભ ઉઠાવ્યો. અરુણાચલ પ્રદેશના સુદૂર જિલ્લાના જ્ઞાપિન મતદાન મથક પર ગ્રામજનોએ પહેલી વખત પોતાના ગામમાં સ્થપાયેલા મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું છે.
અરુણાચલ પ્રદેશમાં ૧૧મી એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિાયન આ ગામમાં પહેલી વખત મતદાન મથકની સ્થાપના થઈ હતી. તેના માટે ચૂંટણી દળ આઈટીબીપીના જવાનો સાથે ૪૫ કિલોમીટર સુધી પગપાળા જઈને મતદાન મથક સુધી પહોંચ્યા હતા. આ ગામથી ૪૫ કિલોમીટર દૂર પારસી પાલો નામની જગ્યાએથી જ પાકો રસ્તો છે. ત્યારબાદ આગળનો રસ્તો ખૂબ જ મુશ્કેલ છે જેમાં પહાડો, નદીઓ અને જંગલોમાંથી થઈને પસાર થવું પડે છે. આ રસ્તા પર લાકડાના પુલ અને લાકડાની સીડીઓ વગેરે છે.
ગામ સુધી પહોંચવા માટે ૨૫ કિલોમીટરનો રસ્તો ઉંચાણવાળો અને ૧૦ કિલોમીટરનો રસ્તો ઢાળવાળો છે. આ રસ્તા પર પગપાળા જવું પણ અત્યંત મુશ્કેલ છે. તેમ છતા ચૂંટણી દળ અને આઈટીબીપીના જવાનોએ સાથે મળીને આ રસ્તો કાપ્યો અને ૧૧મી એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૩૪૬ ગ્રામજનોએ મતદાન કરીને પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY