જયપુર,તા.૧૬
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી બહાર પાડતાની સાથે જ પાર્ટીમાં ઉથલ-પાથલનું વાતાવરણ સજાર્યુ હતું. ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડતાની સાથે જે પાર્ટીના દિગ્ગજ નેતાએ કોંગ્રેસને ઝટકો આપી પોતાના પદેથી નિવૃત્તિ જાહેર કરી હતી.
પહેલી ઉમેદવાર યાદીમાં પોતાનું નામ ન હોવાથી અને ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળતા રોષે ભરાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિ ખંડેલવાલે પ્રદેશ મહાસચિવનો પદત્યાગ કર્યો હતો. તેમણે પાર્ટી સાથે સંબંધ યથાવત રાખતાં જણાવ્યું કે, હવે પછી તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર્તા છે અને તેવી જ રીતે પાર્ટી માટે કાર્યરત રહેશે.
સૂત્રો મુજબ જ્યોતિ ખંડેલવાલને કિશનપોલ વિસ્તારથી ચૂંટણી ટિકિટની અપેક્ષા હતી, પરંતુ પાર્ટીએ તેમની જગ્યાએ ગત ચૂંટણીના ઉમેદવાર અમીન કાગજીને તક આપી હતી. ખંડેલવાલે પોતાના તમામ પદોથી નિવૃત્તિ જાહેર કરતા જણાવ્યું કે,રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી તૈયાર કરેલ યોગ્યતા માળખામાં સંપૂર્ણ રીતે બંધબેસતા હોવા છતા તેમને ટિકિટ આપવામાં આવી નથી. નિવૃત્તિ પછી હું પાર્ટીની સામાન્ય કાર્યકર્તા છું અને પાર્ટીના દરેક આદેશને માનીશ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





