ઇટાનગર,તા.૧૯
ચૂંટણીકીય ગેરરીતિઓની ફરિયાદને ધ્યાનમાં રાખી અરુણાચલ પ્રદેશના બે મતદાન મથક પર ૨૧મી મેના દિવસે પુનઃમતદાન કરવામાં આવશે. કુસંગમેય જિલ્લાની કોલોરિયાન્ગ મતવિસ્તારમાં એક બૂથ પર અને ક્રા દાદી જિલ્લાની ટાલી બેઠક પર એક બૂથમાં ફેરમતદાન કરવામાં આવશે. ૧૪મી મેના દિવસે ચૂંટણીપંચની એક સમિતિ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળી હતી અને સમિતિની ભલામણના આધારે પુનઃમતદાનનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોલોરિયાન્ગ મતસભા વિસ્તારમાં નામપે અને ટાલી મતક્ષેત્ર વિસ્તારમાં ગિમબા ખાતે સવારના છ કલાકથી બપોરેના બે કલાક વચ્ચે મતદાન કરવામાં આવશે. આ વિસ્તારમાં ચૂંટણી હિંસાના બનાવો નોંધાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




