ચાર રસ્તા ફુરજા વિસ્તારમાં પાણી ભરતાં રાહદારીઓ અને દુકાનદારોને પડતી હાલાકી.

0
178

ભરૂચ શહેર ના ચાર રસ્તા ફુરજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકો અને દુકાનદાર તથા રાહદારીઓને પાણીના લીધે અવર -જવર માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં બે દિવસ થી સતત વરસી રહેલા મેઘરાજા ના લીધે નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.

જયારે ભરૂચ શહેરના ચાર રસ્તા ફુરજા વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકો અને દુકાનદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે વારંવાર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતાં લોકો ત્રાસી ગયા છે જોકે ગયા વર્ષે તો લોકોની મોટી મોટી ગાડીઓ પણ પાણીના વહેણમાં ખેંચાઈ ગઈ હતી.

હજુ પણ અમુક સ્થાનિકો દ્રારા ત્યાં આવતા જતા રાહદારીઓને રસ્તા પર ઉભા રહી રસ્તો પાર કરવામાં મદદ રૂપ થઈ રહ્યા છે તો બીજી તરફ દુકાનદાર ધંધા વગર કંટાળી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે અને વહેલી તકે આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ દુકાનદારો દ્રારા પણ કરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY