ન્યુ દિલ્હી,તા.૨૦
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીઓમાં ‘મોદી-મોદી’ અને ‘હર હર મોદી’ના નારા ગુંજ્યા હતા. રેલીમાં ગુંજતા આ નારાઓ સફળતાના કારણે જ ચૂંટણી પરિણામો પછી મોદી ચૂંટણી જીતીને દેશના વડાપ્રધાન બન્યા. ૨૦૧૪ પછી હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. મોદી સાથે કોંગ્રેસે પણ કમર કસી લીધી છે. નારાઓની લડાઈમાં કોંગ્રેસે પોતાના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી માટે મોદીનો જવાબ પણ શોધી કાઢ્યો છે.
સૂત્રોનું માનવું છે કે પક્ષે નક્કી કર્યું છે કે, ‘હર હર મોદી’ અને ‘મોદી-મોદી’ નો જવાબ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની રેલીમાં ‘રાહુલ-રાહુલ’ સાથે ‘બોલ બમ’ દ્વારા આપશે. હવેથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની રેલીઓ અને મોટા રોડ શો જેવા કાર્યક્રમોમાં રાહુલ-રાહુલ સાથે જાર-શોરથી ‘બોલ બમ’ના નારા પણ ગુંજશે.
હકીકતમાં ૨૦૧૪ની મોટી હાર બાદ કોંગ્રેસે સમીક્ષા માટે એ.કે.એન્ટોનીની નેતૃત્વમાં કમિટી બનાવી, જેમણે અહેવાલોમાં કોંગ્રેસની પ્રો-મુસ્લિમ ઇમેજને પણ તેનું કારણ ગણાવ્યું. ત્યારબાદ ધીરે ધીરે રાહુલે પાર્ટીની ઇમેજ બદલવા માટે તમામ પ્રયાસો કર્યા. મંદિર-મંદિર દર્શન કરનારા રાહુલને પક્ષની તરફથી જનોઇધારી બ્રાહ્મણ પણ કહેવામાં આવ્યા હતા.
ત્યારબાદ ઉડાન દરમિયાન વિમાનમાં આવેલી ખામીથી જ્યારે તેઓ બચી ગયા ત્યારે રાહુલે જણાવ્યું કે એવામાં તેમને ભગવાન શિવની યાદ આવી અને તેમણે કૈલાશ માનસરોવરની યાત્રાએ જવાનું વિચાર્યું. જેના પછી રાહુલે તાજેતરમાં માનસરોવર યાત્રા પૂર્ણ પણ કરી હતી. યાત્રા પૂર્ણ કરીને રાહુલ મધ્ય પ્રદેશ ગયા હતા, ત્યાં શિવભક્ત રાહુલના પોસ્ટરો દર્શાવતા હતા કે કોંગ્રેસ કેવી રીતે આગામી ચૂંટણીમાં મોદી સામે ટકરાશે.
ત્યારબાદ રાહુલ-રાહુલ સાથે ‘બોલ બમ’નો નારો નક્કી થયો, જેનાથી ‘મોદી-મોદી’ અને ‘હર હર મોદી’ સામે ટક્કર લઇ શકાય. તો કાર્યકર્તાઓ અને જનતામાં જાશ પેદા કરી શકાય. સૂત્રોનું માનવું છે કે રાહુલની આવનારી રેલીઓમાં પાર્ટીનો નવું સૂત્ર ‘બોલ બમ’ નારો અવશ્ય ગુંજશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




