પૂર્વોત્તરના રાજ્યોના ઉત્થાન વગર ન્યુ ઈન્ડિયાનું સપનું સાકાર નહિ થઈ શકેઃ મોદી

0
5

વડાપ્રધાને ઇટાનગરમાં ૪ હજાર કરોડના પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો
અરુણાચલ દેશની સુરક્ષાનો ગેટવે, અમે તેને મજબૂત કરીશુ,અગાઉની સરકારે પૂર્વોત્તર રાજ્યોની અવગણના કરી,હોલોન્ગી ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ તેમજ તેઝુમાં વિમાનવાહક એરપોર્ટની આધારશિલા રાખી
ઇટાનગર,તા.૯
આજરોજ મોદીએ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં ૪,૦૦૦ કરોડના પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉની સરકારે પૂર્વોત્તર રાજ્યોની અવગણના કરી હતી. તેમણે રાજ્યના મુખ્યમંત્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, ‘સૌભાગ્ય’ યોજના હેઠળ રાજ્યના દરેક ઘરમાં વીજ જાડાણ છે. પૂર્વોત્તર રાજ્યોને સાથે રાખીને કેન્દ્ર સરકાર ન્યુ ઈન્ડિયાનું સપનું સાકાર કરશે તેમ પીએમે જણાવ્યું હતું. દરેક ઘરમાં અમે વીજળી પહોંચાડીશું. અરુણાચલ પ્રદેશ, દેશનું અભિમાન છે. તે ભારતના વિકાસનો, ભારતની સુરક્ષાનો ગેટ-વે પણ છે. આ ગેટવેને શક્તિ આપવાનું કામ બીજેપી સરકાર કરશે.
અમારી સરકાર વિકાસની પંચધારા પર કામ કરી રહી છે. એટલે કે બાળકોને અભ્યાસ, યુવકોને કમાણી, વૃદ્ધોને દવા, ખેડૂતોને સિંચાઈ અને જન-જનની સુનાવણી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.
અરૂણાચલમાં રીમોટ દ્વારા હોલોન્ગી ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ તેમજ તેઝુમાં વિમાનવાહક એરપોર્ટની આધારશિલા રાખી હતી. આ ઉપરાંત દૂરદર્શનની અરૂણાચલ પ્રદેશ માટેની પ્રાદેશિક ચેનલ ડીડી અરૂણ પ્રભાનું ઉદ્ઘાટન પણ પીએમ મોદીએ કર્યું હતું. દરમિયાન પીએમના હસ્તે ૧૧૦ મેગાવોટના હાયડ્રોલાઇટ્રિક પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું તેમજ જાતેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના કાયમી કેમ્પસનો શિલાન્યાસ પણ કરાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY