મને બુરખો પહેરવા મજબુર કરવામાં નથી આવી : ખાતિજા રહેમાન

0
6

મુંબઈ,તા.૯
મ્યૂઝિશિયન એ.આર.રહમાન તેની દીકરી ખાતિજા દ્વારા એક ઇવેન્ટમાં બુરખો પહેરીને જવા પર વિવાદોમાં આવ્યા હતા. તાજેતરમાં જ ‘સ્લમડાગ મિલિનેયર’ને ૧૦ વર્ષ પુરા થવા પર એક ઇવેન્ટ થઇ હતી. આ ઇવેન્ટમાં તેમની દીકરી બુરખો પહેરીને પહોંચી હતી. તેણે તેના પિતા માટે એક ભાવુક સ્પીચ પણ આપી હતી, પરંતુ ખાતિજા દ્વારા બુરખો પહેરવામાં આવતા એ.આર.રહમાન ટ્રોલ થયા હતા.
ત્યારબાદ એ.આર.રહમાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો અને જણાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ખાતિજા દ્વારા બુરખો પહેરવો કે ના પહેરવો તે તેની ખુદની પસંદ છે, પરંતુ તેમ છતા યૂઝર્સે રહમાનને ટ્રોલ કર્યો હતા. તો ખાતિજાએ પણ આ વિશે પોતાનું
આભાર – નિહારીકા રવિયા નિવેદન આપ્યું હતુ. તેણે કહ્યું કે, ‘મને બુરખો પહેરવા મજબુર કરવામાં નથી આવી. હું જા બુરખો પહેરું છું તો આ મારી પસંદ છે. હું એડલ્ટ છું અને મને ખબર છે કે મારે શું પહેરવું જાઇએ અને શું નહીં.’
આ વિવાદ બાદ એ.આર.રહેમાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ત્રણેય બાળકોની એક સ્પેશલ ફાટો શેર કરી છે. આ ફાટોમાં ખાતિજા ખુરશી ઉપર બેઠેલી જાવા મળે છે. તો રહીમા અને આમીન તેની બાજુમાં ઉભા છે. આ એક મેગેઝીન માટે ફાટોશૂટ છે. આ તસવીરમાં દરેક ઘણા જ સુંદર લાગી રહ્યા છે. આ ફાટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ખાતિજા અને આમિન બ્લેક આઉટફિટમાં જાવા મળી રહ્યા છે, તો રહિમા ગાલ્ડન કલરનાં શિમરી ગાઉનમાં જાવા મળી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY