જીજ્ઞેશ શાહ,સંજય શાહને ત્યાં આઈટી ત્રાટક્યું
અમદાવાદ,તા.૧૧
અમદાવાદમાં બે મોટા એન્ટ્રી ઓપરેટરોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડી ૧૦ કરોડ ઝડપ્યા છે. અમદાવાદમાં સવારે છ સ્થળે એક સાથે આઈટી વિભાગ ત્રાટક્યું હતું. તેમજ બે મકાનમાંથી ૧૦ કરોડની રોકડ હાથ લાગી હતી. જીજ્ઞેશ શાહ અને સંજય શાહને ત્યાં આઈટી વિભાગે તવાઈ બોલાવી છે. બે મોટા એન્ટ્રી ઓપરેટરો શહેરના અનેક લોકો પાસેથી એન્ટ્રી લેવાનું કામ કરતા હતા. ત્યારે શેરબજારમાં કાળાનાણાના વ્યવહારનો પર્દાફાશ થયો છે.
શહેર ના નામી શેરબજારના એન્ટ્રી ઓપરેટર ગણાતા જીજ્ઞેશ શાહ અને સંજય શાહના ઘરે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે તેમની પાસે રહેલા કાળા નાણાં અંગેનો પર્દાફાશ પણ થઇ શકે છે. શહેરમાંથી ૧૦ કરોડ જેટલી મોટી રોકડ રકમ મળનો આ પ્રથમ કિસ્સો છે. મહત્વનું છે, કે ઇન્કમ ટેક્સ દ્વારા કરવામાં આવેલી રેડમાં શેરબજારાના મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે. ઇન્કમ દ્વારા ૬ જેટલા સ્થળે રેડ કરવામાં આવી છે. આ રેડ અમદાવાદના નામી વ્યક્તિઓ સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે.
અમદાવાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી આ મેગા રેડમાં શેરબજારમાંથી લેવાતા કટીંગના વેપારનો પર્દાફાશ થઇ શકે છે. આ મેગા રેડથી શહેરના મોટા બિઝનેસ મેન, બિલ્ડરો અને શેરબજારના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. મહત્વનું છે. ઇન્કમ ટેક્સની આ રેડ અત્યારે ચાલુ છે, અને હજી પણ મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત થાય તેવી શક્યતાઓ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




