રાજપીપલા શહેર માંથી એલ.સી.બી.એ ખાનદાની નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા

0
332

આઠ હજાર રોકડા રૂપિયા સાથે કુલ 57,500/- રૂપિયાના મુદ્દામાલ સાથે પાંચ નબીરાઓ ને ઝડપી કસ્ટડી ભેગા કરતા રાજપીપલા શહેરમાં ભારે ચર્ચા

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગિયા ની કડક સૂચના થી પોલીસ ની ટીમો સતત દારૂ જુગાર ની બદીને ડામવા જમીન આસમાન એક કરી રહી છે ત્યારે તેમાં મોટા ભાગે એલ.સી.બી. પી.આઈ.એ.ડી.મહંત ને એક પછી એક બાતમી મળતા રેડ કરી બેનંબરિયાઓ સામે લાલ આંખ કરાઈ રહી હોય મંગળવારે પણ એલ.સી.બી.ને બાતમી મળતા રાજપીપલા હરિજનવાસ પાસેના કબ્રસ્તાન નજીકના ખુલ્લા મેદાનમાં જુગાર પર રેડ કરતા ખાનદાની 5 નબીરાઓ ને જુગાર રમતા 57,500/- રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા જેમાં 1. મનોજ મણિલાલ  શાહ ( રહે.રણછોડજી મંદિર પાસે ,રાજપીપલા ),2.નરસિંહ માધવ વસાવા ( રહે.દરબાર રોડ જૂની વાવ પાસે,રાજપીપલા )3.ઉમેશ રમણલાલ શાહ. ( રહે.શ્રી નાથજી મંદિર ની બાજુમાં ,રાજપીપલા )4. રામ સુધીરભાઈ પંડ્યા .( રહે.દરબાર રોડ ,રાજપીપલા) ૫. હેમેન્દ્ર કાલિદાસ બક્ષી ( રહે.દરબાર રોડ,બક્ષી ખડકી રાજપીપલા ) ને ઝડપી અંગ જડતીના 6,400/- રૂપિયા જયારે દાવ પરના 1600/- રૂપિયા મળી કુલ રોકડા રૂપિયા 8,000/- અને મોબાઈલ નંગ.6 ની કિંમત 9,500/- તેમજ રીક્ષા એક કિંમત 40,000/- રૂપિયા મળી કુલ રૂપિયા 57,500/- ના મુદ્દામાલ સાથે ઝડપી રાજપીપલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરતા આ વાત વાયુવેગે રાજપીપલા પંથક માં ફેલાતા મોડે સુધી આ વિષય ટોક ઓફ ઘી ટાઉન રહ્યો હતો .

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY