સુજલામ સુફલામ જળ સંચય અભિયાન નો રાજ્યની GIDC નાં ચેરમેન બલવંતસિંહ રાજપુત અને છોટાઉદેપુર સાંસદ રામસિંગ રાઠવાની અધ્યક્ષાતામાં આજે છોટાઉદેપુર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો ,જેમાં ચેરમેને છોટાઉદેપુર ખાતે ટૂંક સમયમાંજ GIDCની સ્થાપના કરાશે તેવી ખાતરી આપી હતી .
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના 896 ગામો પૈકી 347ગામોમા અંદાજિત 15.31 કરોડના ખર્ચે આ અભિયાન હેઠળ વિવિધ પ્રકારના 512જળસંચયના કામો નુ આયોજન કરવામા આવ્યુ છે, જે પૈકીના તમામ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
આજે છોટાઉદેપુર ખાતે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ની પુર્ણાહુતી નો કાર્યકમ જી આઈ ડી સી ચેરમેન બલવંત સિંહ રાજપૂત ની અધ્યક્ષાતામાં યોજાયો હતો , જેમાં કામગીરી ઝાંખી કરાવતું પ્રદર્શન જિલ્લા માહિતી કચેરી-છોટાઉદેપુર દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાનનાં પ્રદર્શનને ગુજરાત રાજય જી.આઇ.ડી.સી.ના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે રિબિન કાપીને ખુલ્લું મૂકયું હતું. ત્યારબાદ ૧૦૮ જોડા દ્વારા નર્મદાના નીર નાં કલશ ની પૂજા વિધિ કરવામાં આવી હતી જેમાં ચેરમેન પણ જોડાયા હતા અને નર્મદા ને છોટાઉદેપુર ખાતે ઊંડા કરવામાં આવેલ નાના તળાવમાં ઠાલાવામાં આવ્યું હતું, ચેરમેન બલવંત સિંહે લક્ષ્યાંક કરતા વધુ કામ જીલ્લામાં કરવામાં આવ્યું છે તે બદલ વહીવટી તંત્ર અને સહભાગી બનેલા માઇન્સ એસોસિએશન ના પ્રમુખ મોહંમદ યુસુફ મલા સહિત તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો, નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલે પણ અભિયાનને બિરદાવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે જ્યાં રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે રાજય છોટાઉદેપુર ખાતે રોજગારી મળે રહે તે માટે ચેરમેન સમક્ષ છોટાઉદેપુર જીલ્લામાં બોડેલી અને છોટાઉદેપુર ખાતે જીઆઈડીસીની સ્થાપના કરવા અંગે બોડેલી નાં સરપંચ અને ઉદ્યોગપતિ દ્વારા રજૂઆત કરવામાં આવતા ચેરમેને તેને ગ્રાહ્ય રાખી ટૂંક સમયમાં જ જી.આઈ.ડી.સી ની સ્થાપના કરવા અંગે ની ખાતરી આપી હતી
છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે જ્યાં રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે રાજય છોટાઉદેપુર ખાતે રોજગારી મળે રહે તે માટે ચેરમેન સમક્ષ છોટાઉદેપુર જીલ્લામાં બોડેલી અને છોટાઉદેપુર ખાતે જીઆઈડીસીની સ્થાપના કરવા અંગે બોડેલી નાં સરપંચ અને ઉદ્યોગપતિ દ્વારા રજૂઆત કરવામાં આવતા ચેરમેને તેને ગ્રાહ્ય રાખી ટૂંક સમયમાં જ જી.આઈ.ડી.સી ની સ્થાપના કરવા અંગે ની ખાતરી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



