હંદવાડા,તા.૩૧
ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારના કાઝિયાબાદના જંગલોમાં આતંકીઓએ બુધવારની મોડી રાત્રે સેનાની પેટ્રોલિંગ કંપની પર હુમલો કર્યો હતો. સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી જેમાં બે આતંકીઓ ઠાર કરાયા છે. ઉલ્લેખનીય છે કે સેનાની ૩૨ રાષ્ટ્રીય રાઇફલ્સની પેટ્રોલિંગ કંપની આ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે આતંકીઓના એક ગ્રુપે હુમલો કર્યો હતો.
સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સેનાના જવાનોએ મોરચો સંભાળી લેતા જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી ભારે ફાયરિંગ થયું હતું.
સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારને ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યુ છે. સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે. જ્યારે દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરા પોલીસ સ્ટેશન બહાર શંકાસ્પદ હલચલ જાતા પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઇ હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



