ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાના મોદીના હાજરીમાં ભાજપમાં જોડાશે…!!?

0
84

રાજકોટ,તા.૧૫
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પરેશ ગજેરાના રાજીનામા બાદ તેના કારણ અંગે અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. મૂળ કોંગ્રેસી પરેશ ગજેરા ગત વિધાનસભાની ચૂંટણી વખતથી ભાજપ તરફે ઢળ્યા હતા અને આગામી દિવસોમાં ગજેરા ભાજપનો કેસરિયો ધારણ કરી લેશે તેવી દૃઢ શંકા સેવાઇ રહી છે અને આવી ચર્ચાએ જાર જગાવ્યું છે.લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. હવે પરેશ ગજેરા પર ભાજપની નજર ઠરી હોય તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.
આગામી તા.૨૦ના વડાપ્રધાન મોદી જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે આવી રહ્યા છે ત્યારે પરેશ ગજેરા વડાપ્રધાનની હાજરીમાં ભાજપ પ્રવેશ કરે તેવી જારશોરથી ચર્ચા ચાલી રહી છે. પરેશ ગજેરા ગુજરાતના બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ઉપરાંત ખોડલધામના પ્રમુખ રહી ચૂક્યા હોય ભાજપ યુવા પાટીદાર તરીકે ગજેરાને આગામી ચૂંટણીમાં આગળ કરશે તેવું પણ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY