નવાઝ શરીફ-મરિયમને જેલમાં બી ક્લાસની સુવિધા પુરી પડાઈ

0
79

ઇસ્લામાબાદ,તા. ૧૪
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમે રાવલપિંડીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ધરાવતી અદીલા જેલમાં તેમની પ્રથમ રાત્રિ ગાળી હતી. બે વીઆઈપી અપરાધીઓને બી ક્લાસની સુવિધા જેલમાં આપવામાં આવી છે. તેમની ધરપકડના એક દિવસ બાદ મિડિયા અહેવાલમાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. વાયા અબુધાબીથી લાહોર વિમાની મથકે પહોંચ્યા બાદ તરત જ ધારણા પ્રમાણે જ ઇવેન ફિલ્ડ કેસમાં ૬૮ વર્ષીય નવાઝ શરીફ અને ૪૪ વર્ષીય મરિયમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તેમને ઇસ્લામાબાદ ખાસ વિમાનમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સુરક્ષા હેઠળ સશ† જુદી જુદી ગાડીઓમાં અદીલા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. નવી યોજના મુજબ સત્તાવાળાઓએ ગેરીસન શહેરમાં અદીલા જેલમાં નવાઝ શરીફ અને તેમની પુત્રીને રાખવાનો નિર્ણય કર્યો હતો જ્યાં તેમને બી ક્લાસની સુવિધા આપવામાં આવી હતી. ઇસ્લામાબાદ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ તેમને સિંહાલા પોલીસ ટ્રેનિંગ કોલેજમાં રેસ્ટહાઉસ જાહેર કરી દેવામાં આવ્યા બાદ પગલા લેવામાં આવ્યા હતા. બીજી બાજુ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તબીબોની એક ટીમ પણ અદીલા જેલમાં ઉપÂસ્થત રહી હતી. જ્યાં ઇસ્લામાબાદના મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપÂસ્થતિમાં નવાઝ શરીફ અને તેમની પુત્રીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને ફિટ જાહેર કરવામાં આવ્યા હતા. ન્યાય અને કાયદામંત્રાલય દ્વારા જાહેરનામુ જારી કરીને કહેવામાં આવ્યું છે કે, એકાઉન્ટીબિલિટી કોર્ટ બાકીના બે ભ્રષ્ટાચારના કેસમાં ટ્રાયલ હાથ ધરશે જેમાં ફ્લેગશીપ ઇન્વેસ્ટમેન્ટ અને અલઅઝીયા સ્ટીલ મિલનો સમાવેશ થાય છે. નવાઝ શરીફ અને અન્યો સામે આ કેસ ચલાવવામાં આવશે. ત્રણ વખતના વડાપ્રધાનના જેલ માટે વોરંટ પહેલાથી જ જારી કરવામાં આવ્યા હતા. બી ક્લાસની સુવિધા મુજબ કેટલીક ચીજા આપવામાં આવે છે. સામાન્યરીતે એ અથવા બી ક્લાસના કેદીઓને શિક્ષિત સમજવામાં આવે છે અને તેમને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમને એક ચેર, એક ટીપોટ, લાલટેન જેવી સુવિધા આપવામાં આવે છે. વિજળી નહીં હોવાની સ્થતિમાં આનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે એ અથવા બી ક્લાસના જે કેદીઓ ટીવી, એરકન્ડીશનર, ફ્રીઝ, ન્યુઝપેપર ઇચ્છે છે તેમને જેલ વિભાગની મંજુરી સાથે પૈસા પોતાની રીતે ચુકવવાના હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પનામા પેપર કેસમાં જેલની સજા થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની લાહોર પહોંચતાની સાથે જ ધરપકડ કરી લેવામાં આવી હતી. ગયા શુક્રવારના દિવસે પાકિસ્તાની ટ્રીબ્યુનલ કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમને અપરાધી ઠેરવ્યા હતા અને સજા ફટકારી હતી. બંનેની ગેરહાજરીમાં આ સજા કરવામાં આવી હતી. બંને એ ગાળામાં લંડનમાં હતા. નવાઝ શરીફના પત્ન બિમારી હોવાની માહિતી મળી રહી છે. નવાઝ શરીફે આક્ષેપ કર્યો છે કે, ખોટી ન્યાયિક પ્રક્રિયાનો તેઓ શિકાર થયા છે. અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનમાં એકાઉન્ટબિલીટી કોર્ટે અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. નવાઝ શરીફને કઠોર સજા કરવાનો ચુકાદો આપવામાં આવ્યા બાદ તેમની પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી ઉપર ક્રમશઃ ૮ મિલિયન પાઉન્ડ અને બે મિલિયન પાઉન્ડનો દંડ લાગૂ કરવામાં આવ્યો હતો. કોર્ટના જજ મોહમ્મદ બાસીરે નવાઝ શરીફના સનઇનલો કેપ્ટન (નિવૃત્ત) શફદરને પણ એક વર્ષની જેલની સજા ફટકારી હતી. એવેન્ટીફિલ્ડ ભ્રષ્ટાચારના કેસમાં ચાર વખત ચૂકાદો મોકૂફ રાખવામાં આવ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. લંડનમાં પોશ એવેન્ટફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકી સાથે સંબંધિત કેસ રહેલો છે. જે પૈકી નવાઝ શરીફ પરિવાર સામે ચાર કેસ ચાલી રહ્યા છે. તેમની સામે રહેલા ત્રણ કેસ પૈકી એકમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. નવાઝ શરીફ ઉપર ૧૦ વર્ષની જેલની સજા લાગૂ કરવામાં આવી હતી. આઠ મિલિયન પાઉન્ડનો દંડ કરાયો હતો. હાઇએન્ડ પ્રોપર્ટી ખરીદવાના મામલામાં નવાઝ શરીફ ફસાયા હતા. પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY