પુલવામામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : હિઝબુલનો કમાન્ડર જહૂર ઠોકર ઠાર

0
4

પુલવામા,તા.૧૩
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાએ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે. સેનાએ જે આતંકીને ઠાર કર્યો તે હિજબુલનો કમાન્ડર જહૂર ઠોકર છે. તે ૨૦૧૬માં ટેરીટોરિય આર્મીમાંથી ભાગીને આતંકી બન્યો હતો.
જહૂર ઠોકર ૧૭૩ ટેરીટોરિય આર્મીનો સભ્ય હતો અને ૨૦૧૬માં સર્વિસ રાયફલ સાથે ફારર થયો હતો. આતંકવાદીઓ અને સેના વચ્ચે શુક્રવાર રાતથી અથડામણ શરૂ થઇ હતી. સીઆરપીએફ અને જમ્મૂ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
એક મળતાં અહેવાલ મુજબ સેનાએ જહૂર ઠોકરને ઠાર કર્યો છે. જા કે અન્ય ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકાના પગલે આ વિસ્તારને સેના દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજરોજ જમ્મૂ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીને લઇને મતદાન યોજાઇ રહ્યું છે. આજે ત્રીજા ચરણનું મતદાન યોજાઇ રહ્યું છે.
જમ્મૂ-કશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાબળે હિઝબુલના એક કમાંડરને ઠાર માર્યો છે. સેનાએ જમ્મૂ-કશ્મીરના ટોપ ટેન આતંકીઓમાં સામેલ આતંકી જહૂર ઠોકરને ઠાર માર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આતંકી જહૂર ઠોકર ટેરીટોરિયલ આર્મીથી ભાગીને આતંકી બન્યો હતો. તો પુલવામાં સુરક્ષાબળ દ્વારા આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન યથાવત છે. કારણકે વધુ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. જેથી સેનાએ આતંકીઓને ઠાર મારવા કાર્યવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY