ચીનમાં મહિલાઓએ જાતીય શોષણના વિરોધમાં શરુ કર્યું MeToo કેમ્પેન

0
37

બીજિંગ,તા.૨૮
ચીનમાં MeToo કેમ્પેન ફરી શરૂ થયું છે. એક સપ્તાહ દરમિયાન ૧૦-૧૨ મહિલાઓએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી. તેઓએ સામાજિક કાર્યકર્તાઓ અને ટીવી કલાકારો પર જાતીય સતામણી કરવાના આરોપ લગાવ્યા. જા કે, ચીન સરકાર તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કેમ્પેઇનની અસંખ્ય પોસ્ટ સરકાર દ્વારા સેન્સર કરવામાં આવી છે.
MeToo કેમ્પેનની શરૂઆત ૨૦૧૭માં એમરિકામાં થઈ હતી. જેમાં ઘણા પુરુષોને પોતાના જાતીય દુર્વ્યવહારના કારણે સામાજિક રીતે શરમમાં મૂકાવું પડ્યું. બીજી તરફ, કેટલાક લોકોને નોકરી પણ ગુમાવવી પડી. ચીનની કોલેજામાં આ કેમ્પેનની અસર જાન્યુઆરી ૨૦૧૮માં જાવા મળી. તે સમયે ઘણી મહિલાઓએ વિશ્વવિદ્યાલયના અધિકારીઓ પર જાતીય સતામણી કરવાના આરોપ લગાવ્યા. ત્યારબાદ સરકારે અભિયાનને કચડી દીધું.
ચીનની ન્યૂઝ વેબસાઇટ સાઉથ ચાઇના મો‹નગ પોસ્ટ મુજબ, જાન્યુઆરી ૨૦૧૮ના બીજા સપ્તાહમાં સેન્સરે ઈંસ્ી્‌ર્ર્ કેમ્પેઇન સંબંધિત હજારો સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દીધી. જેમાં પ્રાઇમરી હેશટેગ MeTooInChina અને એન્ટી-સેક્સુઅલ હેરસમેન્ટ સંબંધિત પોસ્ટ પણ સામેલ હતી. જા કે, સેન્સર પણ મહિલાઓનો અવાજ દબાવી ન શકી. શુક્રવારે ચીનની સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘સાઇના વીબો’ પર તે બીજા સૌથી ચર્ચિત મુદ્દો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY