જયપુરઃ દયોદય એક્સ.નો ડબ્બો પાટા પરથી ઉતરી પડ્યો,કોઇ જાનહાનિ નહિ

0
27

જયપુર,તા.૧
જયપુરના સાંગાનેર રેલવે સ્ટેશન પર શુક્રવારે બપોરે દયોદય એક્સપ્રેસનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. ટ્રેન જબલપુરથી અજમેર જઇ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટનામાં કોઇ જાનહાનિ નથી પરંતુ કેટલાક લોકોને ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલ દાખલ કરાયા છે. રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. હાલ બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે આ અકસ્માત સાંગાનેર સ્ટેશનની પાસે શિવદાસપુરામાં થયો હતો. અધિકારીએ જણાવ્યું કે સારૂ થયું કે ટ્રેનની ગતિ વધારે ન હતી, નહીં તો વધુ ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા અને ઘણા લોકોની મૃત્યુ થઇ શકતી હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે ટ્રેન સાંગાનેર સ્ટેશનથી થોડે દૂર ચાલી રહી હતે કે એન્જિન સહિત ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.
ઘટનાસ્થળ પર હાજર લોકોએ ઘાયલ પેસેન્જર્સને હોસ્પિટલ મોકલી દીધા છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. અત્યાર સુધી આ ઘટનાનું કારણ જાણી શકાયું નથી. આ વિશે એક રેલવે અધિકારીએ કહ્યું કે દયોદય એક્સપ્રેસ સાંગાનેર સ્ટેશનથી નીકળી તેના થોડા સમય પછી આ અકસ્માત થયો હતો. જ્યારે તેની માહિતી મળી ત્યારે અહીં અધિકારીઓ પહોંચી ગયા હતા. મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે દયોદય એક્સપ્રેસ મધ્ય પ્રદેશના જબલપુરથી અજમેર વચ્ચે દરરોજ દોડે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY