જેલમાં પાકિસ્તાની કેદીની અન્ય દ્વારા હત્યા કરાતા ખળભળાટ

0
8

જયપુર,તા.૨૦
પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર ભયાનક હુમલો થયો હતો, જેમાં ૪૪ જવાનો શહીદ થયા હતાં. જેને લઈને સંસદથી સડક સુધી લોકોમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. લોકોમાં બદલાની ભાવનાના રૂપમાં લાવા ભભુકી રહ્યો છે. પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની માંગણી દિવસેને દિવસે વધારે બુલંદ બની રહી છે. ત્યારે રાજસ્થાનમાં એક ઘટના સામે આવી છે.
રાજસ્થાનના જયપુર જેલમાં રહેલા પાકિસ્તાની કેદીની અન્ય કેદીઓએ મારી મારીને હત્યા કરી નાખી છે. મૃત પાકિસ્તાની કેદીનું નામ શાકિર ઉલ્હા છે. જાકે આખો મામલો શું હતો તે હજી સુધી જાણવા મળ્યું નથી.
રાજસ્થાનમાં અગાઉ જ બિકાનેરમાં પાકિસ્તાની નાગરિકો માટે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું. બિકાનેરના ડીએમ કુમાર પાલ ગૌતમે ત્યાં રહી રહેલા પાકિસ્તાની નાગરિકો કે ફરવા આવેલા પાકિસ્તાની પર્યટકોને ૪૮ કલાકની અંદર શહેર છોડવાનો આદેશ કર્યો હતો. જેને લઈને વિવાદ પણ થયો હતો.
હવે જયપુરની જેલમાં એક પાકિસ્તાની કેદીની જેલના જ અન્ય કેદીઓ દ્વારા માર મારીને હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY