નવસારીમાં ૩૩ અને વલસાડમાં મહત્તમ ૩૫ ડીગ્રી તાપમાન
સુરત, તા.૨૯
રાજ્યના હવામન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે ગરમી પડતા યેલો એલર્ટ જાહેર કરાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ચારથી પાંચ ડીગ્રી તાપમાન ઓછું રહેતા શહેરીજનોને ગરમીથી રાહત મળી રહી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરનું અધિકત્તમ તાપમાન ૩૬.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને હવાનું દબાણ ૧૦૦૬.૮ મીલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપેડ પવન ફૂંકાઈ રહ્ના છે. પવનની ગતિ ઓછી થતા અને દરિયાઈ ભેજનું પ્રમાણ વધતા અસહૃય ઉકળાટ અને બફારો થઇ રહો છે. તાપમાન ઓછું છતાં પણ ઉકળાટ અને બફારાથી લોકોની મુશ્કેલી વધી છે. નવસારીમાં ૩૩ ડીગ્રી અને વલસાડમાં ૩૫ ડીગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા ૪ થી ૫ ડિગ્રી ઓછું નોંધાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



