વૈશ્વિક મંદીનો પવન ફૂંકાતા સેન્સેક્સ ઠૂંઠવાયો, ૫૭૨ પોઈન્ટનું ગાબડું

0
28

નિફ્ટી ૧૮૧ પોઈન્ટ ઘટી ૧૦૬૦૧ની સપાટીએ
રૂપિયો ડોલર સામે ૩૬ પૈસા ગગડીને ૭૦.૮૨ના સ્તરે
મુંબઈ,તા.૬
યુએસ ડોલર સામે નબળો પડી રહેલો રૂપિયો અને વૈશ્વિક તેમજ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણને પગલે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ગાબડું પડ્યું હતું. વૈશ્વિક મંદીના પવન ફૂંકાતા બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ ઠૂંઠવાયો હતો અને ૫૭૨ પોઈન્ટ ઘટીને ૩૫,૩૧૨.૧૩ની સપાટીએ બંધ થયો હતો. દરમિયાન એનએસઈનો આંક નિફ્ટી ૧૮૧.૭૫ પોઈન્ટ ઘટીને ૧૦,૬૦૧ની સપાટીએ નરમ રહ્યો હતો.
બીએસઈ તેમજ એનએસઈમાં તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ રહ્યા હતા. મેટલ, ઓઈલએન્ડ ગેસ, ફાર્મા અને ફાઈનાન્સિયલ શેરોએ ઘટાડાની આગેવાની કરી હતી. વિશ્લેષકોના મતે વૈશ્વિક બજારોમાં જાખમ તેમજ ચીન અને યુએસ વચ્ચે સર્જાયેલા તણાવને પગલે ઓલરાઉન્ડ નરમાઈ ફરી વળી હતી. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાએ બળતામાં ઘી હોમ્યું હતું. રશિયા અને ઓપેક દેશો દ્વારા ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં કાપના અહેવાલ પાછળ ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
નિફ્ટીના ટોપ લુઝર્સની વાત કરવામાં આવે તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં સૌથી વધુ ૫.૫૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે મારૂકિ સુઝુકી ૪.૫૬ ટકા, ટેક મહિન્દ્રા ૪.૩૯ ટકા, બજાજ ફિનસર્વ ૪ ટકા, ટાટા મોટર્સ ૩.૮૭ ટકા તૂટીને બંધ થયો હતો.
ફોરેક્સમાં ઈન્ટ્રા-ડેમાં રૂપિયો ડોલર સામે ૩૬ પૈસા ગગડીને ૭૦.૮૨ના સ્તરે ટ્રેડ થયો હતો. નીચેમાં રૂપિયો ૭૧ની સપાટીને સ્પર્શ્યો હતો. બીએસઈમાં ટોપ લુઝર્સમાં મારુતિ, તાતા મોટર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, યસ બેન્ક, અદાણી પોટ્‌ર્સ, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્‌સ, ઓએનજીસી, એચયુએલ, કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને એÂક્સસ બેન્કના શેરમાં પાંચ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ પેકમાં એકમાત્ર સનફાર્મા શેરમાં ૧.૫૭ ટકાનો ઉછાળો હતો.
વૈશ્વિક રોકાણકારોએ બુધવારે રૂ. ૩૫૭.૮૨ કરોડની વેચવાલી કરી હતી જ્યારે સ્થાનિક ફંડોએ રૂ. ૭૯૧.૫૯ કરોડની પ્રોવિઝનલ વેચવાલી કરી હતી. યુરોપ તેમજ લંડનના શેરબજારોમાં પણ મંદીવાળાની પકડ મજબૂત રહેતા બેથી અઢી ટકાનો ઘટાડો નોંધાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY