ભાજપની ટિકિટ પરથી ૨૦૧૩માં સવાઈ માધોપુર બેઠક પર જીતી ધારાસભ્ય બન્યા દિયા કુમારી
જયપુર,તા.૯
જયપુરના પૂર્વ રાજપરિવારના સભ્ય અને સવાઈ માધોપુરના વર્તમાન ધારાસભ્ય દિયા કુમારી (૪૭)એ લગ્નના ૨૧ વર્ષ બાદ પતિ નરેન્દ્ર સિંહ પાસેથી છૂટાછેડા માંગ્યા છે. તેમણે ગાંધીનગર સ્થિત મહાનગર ફેમિલિ કોર્ટ નં.૧માં આ બાબતની અરજી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિયા કુમારીએ દાખલ કરેલી અરજીની વહેલી તકે સુનાવણી હાથ ધરાઈ તેવી શક્યતા છે. દિયા પોતાના પૈતૃક વારસા એવા સિટી પેલેસ અને જયગઢ કિલ્લા સહિત અન્ય ધરોહર તેમજ હેરિટેજના સંરક્ષણ માટે પણ કામ કરી રહ્યા છે.
દિયા જયપુરના પૂર્વ રાજપરિવાર મહારાજ સવાઈ ભવાની સિંહ તેમજ પદ્મિની દેવીની દીકરી છે. તેમણે પોતાનું શિક્ષણ જયપુર, દિલ્હી અને લંડનથી પ્રાપ્ત કર્યું છે. દિયાના લગ્ન સિવાડના કોઠડાના નરેન્દ્ર સિંહ રાજાવત સાથે ઓગસ્ટ ૧૯૯૭માં થયા હતા અને તેમને બે પુત્રો તેમજ એક પુત્રી છે. મોટા પુત્ર પદ્મનાભ સિંહને મહારાજ ભવાની સિંહે પોતાનો ઉત્તરાધિકારી નિયુક્ત કર્યો હતો. જ્યારે બીજા પુત્ર લક્ષ્યરાજ સિંહ તેમજ એક પુત્રી પણ છે.
દિયાએ ૨૦૧૩માં રાજકીય ગલિયારોમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૩માં ભાજપ સાથે જાડાયા અને પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી. દિયા સવાઈ માધોપુરથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની ટિકિટ કપાઈ હતી. ત્યારબાદ પારિવારિક કારણો આગળ ધરીને દિયાએ વિધાનસભા ચૂંટણી લડવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. જા કે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં તેમણે કેટલીક રેલી તેમજ સભા યોજી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




