રેકોર્ડ બ્રેક : ‘૨.૦’ ફિલ્મ ચીનમાં ૫૬૦૦૦ સ્ક્રીન્સમાં રજૂ થશે

0
4

મુંબઈ,તા.૯
સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘૨.૦’ આગામી વર્ષે મે મહિનામાં ચીનમાં પ્રદર્શિત થશે. ફિલ્મના નિર્માતાએ જણાવ્યું હતું કે તે ફિલ્મ ૫૬,૦૦૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરાશે, જેમાંથી ૪૭,૦૦૦ સ્ક્રીન્સ થ્રીડી હશે. કહેવાય છે કે ‘૨.૦’ ફિલ્મ વિદેશી ભાષામાં સૌથી વધારે સ્ક્રીન્સમાં થ્રીડી રૂપે રજૂ થનારી પહેલી ફિલ્મ હશે.
શંકર દિગ્દર્શિત આ ફિલ્મ ‘રોબોટ’ સિક્વલ છે. તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થઇ છે અને અત્યારે ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમારે ખલનાયકનો રોલ કર્યો છે.
૦૦૦૦૦૦
મેકિસકોની વેનેસા પોન્સ બની મિસ વર્લ્ડ ૨૦૧૮, માનુષી છિલ્લરે પહેરાવ્યો તાજ
મુંબઈ,તા.૯
ચીનના સાન્યા શહેરમાં મિસ વર્લ્ડ ૨૦૧૮ના ફાઇનલમાં વેનેસા પોન્સ ડી લિયોન વિશ્વ સુંદરીનો એવોર્ડ જીતવામાં સફળ થઇ ગઇ છે. દેશ દુનિયાના ૧૧૮ પ્રતિયોગિયોમાંથી મેકિસકન બ્યૂટી વેનેસા પોંસ ડી લિયોનને આ સફળતા મળી હતી. ૨૦૧૭ની વિશ્વસુંદરી માનુષી છિલ્લરે તેને તાજ પહેરાવ્યો હતો.
ભારત તરફથી અનુકૃતિ વાસે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. તે ટોપ-૧૨માં પણ સ્થાન બનાવી શકી નહોતી. અનુકૃતિ વાસ મિસ ઈન્ડિયા ૨૦૧૮ની વિનર છે. થાઇલેન્ડની નિકોલને પિશાપા ફર્સ્ટ રનરઅપ તરીકે પસંદગી થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY