– એક મકાનમાં ઘૂસી ખાંખાખોળા કરી ત્રણ વૃધ્ધાઓ પર બળપ્રયોગ કરી ધાક–ધમકી આપતા ચકચાર
– વૃધ્ધાઓએ જંબુસર ડી.વાય.એસ.પી.ને લેખિત ફરીયાદ કરી.
ભરુચ:
જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના પી.એસ.આઇ. સુથારની દાદાગીરી બહાર આવતા ચકચાર મચી જવા પામ્યો છે. પી.એસ.આઇ. સુથારે કોઇ કારણોસર એક મકાનમાં તેમના કોન્સ્ટેબલ સાથે ઘૂસી ઘરનો સામાન વેરવિખેર કરી તેમાં રહેતી ત્રણ વૃધ્ધાઓને ગાળોબોલી બળપ્રયોગ કરતા વૃધ્ધાઓએ સુથાર સામે ડી.વાય.એસ.પી.ને લેખિત ફરિયાદ કરતા પોલીસ બેડામાં ખળભળાટ ઉભો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામે એક મકાનમાં ૭૬ વર્ષિય વૃધ્ધા સખીનાબેન ઉમરજી ઘેનઘેન, પ૦ વર્ષિય હનિફાબેન ઇસા ઘેનઘેન અને પપ વર્ષિય હાજરાબેન ઇસા ઘેનઘેન રહે છે. બુધવારના રોજ રાત્રિના સમયે ત્રણે વૃધ્ધાઓ સુવાની તેયારી કરતી હતી દરમ્યાન કાવી પોલીસ મથકના પી.એસ.આઇ. સુથાર તેમના સ્ટાફ સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા. પી.એસ.આઇ. સુથારે કોઇ કારણો સર વૃધ્ધાઓના ઘરમાં ખાંખાખોળા કરી સામાન વેરવિખેર કરી ગાળો બોલી ધાક–ધમકી આપી હતી. અચાનક પોલીસના દમનથી ગભરાયેલી વૃધ્ધાઓ કંઇ કહે તે પહેલા જ એક વૃધ્ધાને પી.એસ.આઇ. સુથારે ધકકો મારી ફેકી દેતા હોબાળો મચ્યો હતો. આસપાસના લોકો અવાજ સાંભળી દોડી આવતા સુથાર તેમની ટીમ સાથે ભાગી છૂટયા હતા. પી.એસ.આઇ. સુથારની દાદાગીરી થી હતપ્રભ થયેલી વૃધ્ધાને ગ્રામજનોએ હૈયાધારણા આપી અને સાથ આપતા વૃધ્ધાઓએ પોલીસ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. જાકે જંબુસર પોલીસે ફરીયાદના લેતા આખરે તેમણે જંબુસર ડી.વાય.એસ.પી.ને લેખિત ફરીયાદ આપી હતી.
સુથાર સાથે એક પણ મહિલા પોલીસ ન હતી.
ઘરમાં ત્રણ વૃદ્ધાઓ રહેતી હોવા છતાં તપાસ કરવા આવેલ પી.એસ.આઇ. સુથાર સાથે કોઇ મહિલા પોલીસ ન હોવા છતાં સુથારે વૃધ્ધાઓ સાથે અપમાનજનક વર્તન કરી બળપ્રયોગ કરતા વધુ વિવાદ છેડાયો છે.
અહી એ નોંધવું રહ્યું કે પી.એસ.આઈ. સુથાર વૃદ્ધાઓના ઘરમાં શાની તપાસ કરવા ગયા હતા અને આ તપાસ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા કરી છે કે કેમ તથા રાત્રે ૧૦ વાગ્યે જ તપાસ કરવાનું કારણ શું હતું એ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોઈ ત્રાહિત વ્યક્તિ કોઈના ઘરમાં ઘુસી ઘરનો સમાન વેર વિખેર કરી, તોડ ફોડ કરી ગાળો બોલી, ધમકીઓ આપી ધક્કે ચઢાવે તો પોલીસતંત્ર આવી દાદાગીરી કરનાર સખ્શને જૈલ ભેગો કરે છે. પરંતુ અહી સત્તાના મદમાં બેફામ બની વૃધ્ધાઓ સાથે દાદાગીરી કરનાર પોતે એક પોલીસ અધિકારી જ છે ત્યારે તેની સામે જીલ્લા પોલીસવડા કાયદેસરના પગલા લેશે કે કેમ તે પ્રશ્ન આવી ઉભો રહ્યો છે.
રિપોર્ટર: હારીન પટેલ, જંબુસર.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"