ઇન્ડોનેશિયા ચૂંટણી : રાષ્ટ્રપતિ જોકે વિદોદોએ સતત બીજી વખત જીત નોંધાવી

0
4

જકાર્તા,તા.૨૧
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જોકો વિદોદોએ સતત બીજી વખત જીત નોંધાવી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, ઈન્ડોનેશિયન ડેમોક્રેટિક પાર્ટી ઓફ સ્ટ્રગલના સભ્યો વિદોદોએ તેમના પ્રતિસ્પર્ધી પ્રોબોવો સુબિયાંતોને હરાવ્યા છે. જા કે, સુબિયાંતોએ ગોટાળાના આરોપ લગાવતા કહ્યું કે,તેઓ ચૂંટણી પરિણામોને કોર્ટમાં પડકારશે. ઈન્ડોનેશિયા ભારત અને અમેરિકા બાદ વિશ્વનો ત્રીજા સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે.
૧૭ એપ્રિલે થયેલી ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર થવાના હતા.પરંતુ હિંસા અને વિરોધ-પ્રદર્શનની આશંકાઓને કારણે પંચે એક દિવસ પહેલા જ પરિણામોને જાહેર કરી દીધા છે.પંચે આ અંગે એડવાન્સ નોટિસ પણ બહાર પાડી હતી. ચૂંટણી પંચના ચેરમેન આરેફ બડીમેને કહ્યું કે, પરિણામ તાત્કાલિક અસરથી જાહેર કરાશે. ૨૦૧૪માં પણ સુબિયાંતો વિદોદો સામે ચૂંટણીમાં હાર્યા હતા. ૫૭ વર્ષીય વિદોદો પહેલા એવા ઈન્ડોનેશિયાઈ રાષ્ટ્રપતિ છે જે જકાર્તાના ઉચ્ચ વર્ગમાંથી આવતા નથી. ઈન્ડોનેશિયામાં ૧૯ કરોડથી વધારે મતદાતાઓ છે. આ ચૂંટણીમાં કુલ ૨ લાખ ૪૫ હજાર લોકોએ વિવિધ પદો માટે ઉમેદવારી નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY