માધાપર હાઇવે પરના એક કોમ્પલેક્ષમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા ૩ આરોપીઓને ભુજ એલ.સી.બી.એ પકડી પાડયા

0
438

ભુજ કચ્છ: ઓસ્ટ્રેલીયામાં બીગ બેશ ટી ૨૦ – ૨૦૧૮ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોની હારજીત અને કઇ ટીમ કેટલા રન બનાવશે તેના પર ભાવિન મોહનભાઇ ઠકકર, રહે.ઉમેદનગર, મ.નં. ૪૫૭ વાળો પોતાના કબ્જા ભોગવટાની માધાપર હાઇવે પર નળવાળા સર્કલ પાસે આવેલ લક્ષ્મી કોમ્પલેક્ષમાં દુકાન નં.૧૦૯, વાળીમાં સટ્ટો રમાડી રહેલ છે, તેવી ચોક્કસ બાતમી હકીકત મળતાં આ અંગે પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાના માર્ગદર્શન હેઠળ તેમજ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાની આગેવાની હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં આ હકીકતનું પગેરૂં દબાવતા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આજરોજ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં આ ટુર્નામેન્ટ અંતર્ગતની પર્થ સ્કોચીયર્સ તથા એડીલેઇડ સ્ટ્રાઇકર્સ નામની ટીમો વચ્ચેની બીગ બેશ–૨૦૧૮, ટી-ર૦ મેચ ચાલુ હોય તેમાં આ મેચ કોણ જીતશે, મેચ ડ્રો જશે કે કયો ખેલાડી કેટલા રન બનાવશે ? તેના પર પોતાના ફાયદા સારૂ પૈસાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી રહેલ હોય આરોપીના કબ્જા ભોગવટાની દુકાનમાં રેઇડ કરી રોકડા રૂપિયા ૨૮,૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩, તથા એલ.ઇ.ડી. ટી.વી. નંગ – ૧ રીમોટ સાથે, સેટઅપ બોક્ષ નંગ-૧ રીમોટ સાથે, તથા ક્રિકેટ મેચના સટાના હિસાબની કાચી બુકો નંગ-ર તથા બોલપેન નંગ-૧ તથા પેન્સીલ નંગ-૧ સહિત કુલ્લે કિ.રૂા.૩૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ ૧)ભાવિન મોહનભાઇ ઠકકર, રહે.ઉમેદનગર, મ.નં.૪૫૭, ભુજ ર) હીરેન જયેશભાઇ ઠકકર, ઉ.વ.૩૩, રહે.નવી રાવલવાડી, રધુવંશીનગર, મ.નં.બી-૮૮, ભુજ, તથા ૩) જુગલ નવીનભાઇ અજાણી (રાજગોર), ઉ.વ.૨૪, રહે.સંસ્કારનગર, મ.નં.૯૨૩, શંકર ભગવાનના મંદીરની પાસે, ભુજ વાળાઓને જુગાર ધારાની કલમ ૪,૫ મુજબ ધોરણસર અટક કરી ભુજ સીટી બી ડીવિઝન પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY