સુરત,તા.૨૩
આગામી ૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સુરતના પ્રવાસે આવનાર છે. ત્યારે નરેન્દ્ર મોદીનો મેગા ઇન્ડોર સ્ટેડિયમ શો યોજાશે. જેમાં પીએમ મોદી અંદાજે ૧૫ હજાર જેટલા પ્રોફેશનલો સાથે ચર્ચા કરશે.
આ કાર્યક્રમમાં વકીલ, સીએ, ટેક્સ એક્સપર્ટ અને ડોકટર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત આગામી ૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સુરત એરપોર્ટને લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળશે.
જે બાદ ૧૬ ફેબ્રુઆરીથી સુરત-શરજહાંની ફ્લાઇટ શરૂ થશે. જેથી સુરતને આર્થિક ફાયદો થશે, તેમજ સુરતવાસીઓનો સમય બચી શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



