આ સમગ્ર તાલુકામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં તુવેર ના પાક નું વાવેતર કરવામાં આવ્યું છે. જંબુસર તાલુકામાં સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલુ સિઝનમાં કરવામાં આવે તે અંગે જંબુસરમાં વિસ્તારના ધારાસભ્ય સંજયભાઇ સોલંકી દ્વારા રાજ્ય સરકારના કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી જંબુસર તાલુકા એપીએમસીને તુવેર ખરીદીનું કેન્દ્ર ન મળતાં એમ જણાવવામાં આવ્યું હતું કે જંબુસર તાલુકામાં ખૂબ જ મોટા પ્રમાણમાં તુવેરનું વાવેતર અંદાજિત ૧૩૯૫૦ હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે અને મોટા પાયે તુવેર હોવા છતાં તુવેર ખરીદી કેન્દ્ર જંબુસર અેપીએમસીને ના મળતાં જંબુસર તાલુકા અખિલ ભારતીય કિસાન સંઘના પ્રમુખ મિલેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જંબુસર એપીએમસીને તુવેર ખરીદીનું કેન્દ્ર ન મળતા કિસાન મિત્રો ખૂબ જ અસંતોષની લાગણી અનુભવી રહ્યાં છે ભારતીય કિસાન સંઘ તથા તાલુકાના કિસાન મિત્રોની માંગણીને ધ્યાને રાખી વહેલી તકે એપીએમસી જંબુસરમાં તુવેર ખરીદી ચાલુ થાય અન્યથા કિસાન સંઘના કિસાન મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર આપવા શરદસિંહ રાણા, અજીતસિંહ પરમાર, નિલેશભાઇ પુરોહિત સહિતના કાર્યકર તેમજ કિસાન મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"