ત્રિપુરા બાદ મૂર્તિ તોડની આગ સમગ્ર દેશમાં ફેલાઈ,મોદી નારાજ,ગૃહમંત્રાલય એક્શનમાં

0
81

ન્યુ દિલ્હી,
તા.૭/૩/૨૦૧૭

– તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ પર હુમલો,ભાજપઓફિસ પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ
– કોલકત્તામાં કાલીઘાટ પાસે આવેલી શ્યામાપ્રસાદ મુખર્જીની મૂર્તિનું નાક તોડી પડાયુ
– ઉત્તર પ્રદેશના મેરઠના મવાના વિસ્તારમાં બી.આર.આંબેડકરની મૂર્તિ તોડી પાડવામાં આવી

ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તમિલનાડુમાં સમાજ સુધારક પેરિયારની પ્રતિમા તોડવાની કોશિશ કરવામાં આવી છે. આ ઘટના બાદ કોયમ્બતૂરમાં ભાજપ કાર્યાલય ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ ઘટના કોયમ્બતૂરના ચિથાપુડુરમાં બની છે. ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બાબતે રાજ્યસભામાં પણ હોબાળો થયો છે. મોદીએ ગૃહપ્રધાનને બોલાવી ઘટનાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. પીએમએ ત્રિપુરામાં લેનિનની મૂર્તિ અને બીજા રાજ્યોમાં બનેલી આવી ઘટનાઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરી. આપને જણાવી દઇએ કે પીએમએ આ મુદ્દા પર વાતચીત કર્યા બાદ ગૃહ મંત્રાલયે પણ રાજ્યો માટે એડવાઇઝરી રજૂ કરી દીધી છે. મંત્રાલયે રાજ્યોમાં મૂર્તિ તોડવા અને બીજી કોઇપણ પ્રકારની હિંસક ઘટનાઓને રોકવા માટે નક્કર પગલાં ઉઠાવાનો નિર્દેશ આપી દીધો છે. ત્રિપુરામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ બેલોનિયા ટાઉનમાં કોલેજ સ્કવેર સ્થિત રૂસી ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિ તોડવામાં આવી. મંગળવારના રોજ તામિલનાડુમાં પણ પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું.

ભાજપ કાર્યાલય ઉપર જ્યારે બોમ્બ ફેકવામાં આવ્યો ત્યારે ભાજપ કાર્યાલય બંધ હતું. ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. જ્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પેરિયાર એક સામાજિક કાર્યકર્તા હતા. ત્રિપુરામાં પણ લેનિનની મૂર્તિ તોડ્યા બાદ હવે ધીમેધીમેમૂર્તિ તોડવાના બનાવો વધવા લાગ્યા છે. પેરિયારે આત્મસન્માન માટે આંદોલન કર્યું હતું. બીજેપી નેતા એક રાજાએ ફેસબુકમાં પેરિયારને જાતીવાદી નેતા બતાવી તેમની પ્રતિમા નષ્ટ કરી દેવાની વાત કરી હતી. આ ઘટના બાદ ભાજપ નેતાએ ફેસબુક પોસ્ટ હટાવી દીધી છે. વિપક્ષે રાજાની ધરપકડની માગ કરી છે.

તમિલનાડુમાં સમાજ સેવક પેરિયારની પ્રતિમા ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવતા ડીએમકે દ્વારા ચેન્નાઈમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એચ રાજાએ પેરિયારની પ્રતિમા ખંડિત કરવા મામલે નિવેદન આપ્યા બાદ ડીએમકે આકરા પાણીએ છે. ડીએમકેના કાર્યકરોએ ચેન્નાઈમાં એચ રાજા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. ડીએમકેની માગ છે કે એચ રાજા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. એચ રાજાએ એક ફેસબુક પોસ્ટ કરી હતી જે બાદ પેરિયારની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કરવાની ઘટના બની હોવાના તથ્યમાં સામે આવી છે. ત્યારે પોલીસે આ મામલે બે શખ્સની અટકાયત પણ કરી છે.

મૂર્તિ તોડવાની આગ હવે છેક ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગઈ છે. જ્યાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠના મવાના વિસ્તારમાં બી.આર.આંબેડકરની મૂર્તિ તોડી પાડવામાં આવી છે.
મેરઠમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે આંબેડકરની મૂર્તિ તોડવામાં આવી છે. જે પછી તે વિસ્તારના લોકો દ્વારા ભારે ધમાલ કરવામાં આવી રહી છે અને તેમને મૂર્તિ બદલવાની માંગણી કરી છે. જે પછી અજાણ્યા લોકો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મૂર્તિ બદલવાનું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.

હસ્તિનાપુર વિધાનસભા ક્ષેત્રના ભૂતપૂર્વે ધારાસભ્ય યોગેશ વર્માએ આ અંગે કહ્યું કે, તેમને આ અંગેના સમાચાર મળતાં એસડીએમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને ફોન ઉપાડ્યો ન હતો. દેશના વિવિધ વિસ્તારો ખાસ કરીને પૂર્વોત્તરમાં શરૂ થયેલા પ્રતિમા તોડવાની ઘટનાઓથી પીએમ મોદી નારાજ થયા છે. પીએમ મોદીએ ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે વાત કરી નારાજગી વ્યકત કરી છે. ગૃહ મંત્રાલયે આવી ઘટનાઓ અંગે રાજયો માટે એડવાઇઝરી જારી કરી છે. જેમાં પ્રતિમા તોડવાની અને ખંડિત થતી અટકાવવા પગલા લેવા સૂચના અપાઇ છે. સાથે જ આવી ઘટનાને અંજામ આપનારા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા તાકીદ કરાઇ છે. મહત્વનુ છે કે ત્રિપુરામાં જીત બાદ ભાજપના કહેવાતા સમર્થકોએ લેનિનની પ્રતિમા પર બુલડોઝર ફેરવી દીધુ હતુ. આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતીમાને પણ ખંડિત કરાઇ હતી.

તો આ તરફ કોલકત્તાના કાલીઘાટ વિસ્તારમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બુધવારે સવારે બનેલી ઘટના બાદ રાજકારણ ગમાયુ છે. કેટલાક અજાણ્યા શખ્સોએ શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિમાને કાળી શાહી લગાવી હતી. જે બાદ આ શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે પાંચ લોકોની અટકાયત પણ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY